સૌનો દીવો એકલો થાને રે...
ABHIYAAN|August 8, 2020
સૌનો દીવો એકલો થાને રે...
એકલા ચલો રે પ્રેરિત કરે છે કે સેનો દીવો એકલો થાને રે... એકમેક તરફ જોયા કરવાથી ક્રાંતિ થતી નથી. પહેલ કરવાથી આવે છે

જેઓ ઇતિહાસને ભૂલી જાય છે તેઓ કાયમ માટે ભુલાઈ જાય છે. ભારતવર્ષ માટે વર્ષ ૧૯૦૫ સ્વતંત્રતા ચળવળને નવી દિશા અને આક્રમક લડત માટે હાકલ કરતું વર્ષ હતું.

બંગાળમાં ત્યારે રાષ્ટ્રવાદીઓનું બળ એકત્રિત થઈ રહ્યું હતું. બંગાળના ક્રાંતિકારીઓ આક્રમક હતા. આ રાષ્ટ્રવાદી હાર્દ અંગ્રેજોને ખૂચ્યું. અંગ્રેજોએ સરકારી વહીવટની સરળતાનું બહાનું આગળ ધરી મુસ્લિમ બહુમતી અને હિન્દુ બહુમતી વહેંચાઈ જાય તેમ બંગાળના ભાગલા પાડવાનું કાવતરું ઘડ્યું. બંગાળમાંથી દેશને જાગૃત કરવા બે શક્તિઓનો ઉદય થયો સ્વદેશ અને સ્વદેશી.

૭ ઑગસ્ટ, ૧૯૦૫ના કોલકાતા ટાઉન હૉલમાં રાષ્ટ્રવાદીઓની સભામાં સ્વદેશ અને સ્વદેશીની ચર્ચા થઈ. લાલા લજપતરાય, બિપીનચંદ્ર પાલ, લોકમાન્ય બાલગંગાધર ટિળક અને અરવિંદ ઘોષ જેવા સંગ્રામીઓએ વિદેશી માલ બહિષ્કારનો પ્રસ્તાવ પસાર કર્યો. બંગાળમાં સ્વદેશ અને સ્વદેશીનો જે નાદ ઉપડ્યો તે આખા દેશમાં ગાયો.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020