શ્રાવણિયા દાઢીની એક ઇમેજ હોય છે !
ABHIYAAN|August 8, 2020
શ્રાવણિયા દાઢીની એક ઇમેજ હોય છે !
મેં ખિસ્સામાંથી હળવે રહીને માસ્ક કાઢ્યો, 'જુઓ, માસ્ક તો આ રહ્યો, પણ વાઇફે કહ્યું એમ મને શ્વાસ લેવામાં પછી તલીફ પડે છે ને તેથી કોરોનાનો ડાઉટ ઊભો થાય છે.'

એક સોમવારે શંકર-પાર્વતી પોતાના રથમાં બેસીને આકાશ માર્ગે જતાં હતાં ત્યારે શંકર ભગવાને કોઈ કૂવાના કાંઠે એક કઠિયારાને રડતો જોયો. તરત જ એમણે પોતાના રથને પેલા કૂવા પાસે લેન્ડિંગ કર્યો અને કઠિયારા પાસે આવી રડવાનું કારણ પૂછ્યું. કઠિયારાએ કૂવામાં પડી ગયેલી પોતાની કુહાડી વિશેની વાત કરી, પાર્વતીજીએ વિચાર્યું કે કુહાડી તો કઠિયારાની આજીવિકાનું સાધન કહેવાય. એના વિના એનું ગુજરાન કેવી રીતે ચાલશે? પાર્વતીજીએ શંકર ભગવાન સામે જોયું અને ભગવાને તરત જ OK કહીને કૂવામાં ઝંપલાવ્યું. (આનો અર્થ કેટલાક લોકો એવો કરે છે કે – કહ્યું તો ભગવાનેય કરતા'તા! પણ કેટલાક ધાર્મિક લોકો આનું અર્થઘટન એવું કરે છે કે – કહ્યું કરે એ જ ભગવાન!) કૂવામાં ઊતર્યા પછી ભગવાનને ગમ્મત કરવાનું મન થયું એટલે પેલી લોખંડની અસલી કુહાડી લાવવાને બદલે સોનાની કુહાડી લઈને બહાર આવ્યા. આ જોઈને કઠિયારાએ કહ્યું : 'પ્રભુ, આ કુહાડી મારી નથી. મારે તો મારી જ કુહાડી જોઈએ.' ભગવાને બીજીવાર કૂવામાં ઝંપલાવ્યું અને આ વખતે ચાંદીની કુહાડી લઈ આવ્યા. કઠિયારાએ એ કુહાડી પણ લેવાનો ઇનકાર કયો એટલે ત્રીજીવાર કૂવામાં ઊતરી, તેની હતી એ લોખંડની કુહાડી લઈ આવ્યા. આ જોઈને કઠિયારાએ ખુશ થતાં કહ્યું, 'બસ, આ જ મારી પોતાની કુહાડી છે.'

કહેવાય છે કે કઠિયારાની પ્રામાણિકતાથી પ્રસન્ન થઈ ભગવાને એને ત્રણેય કુહાડી ભેટમાં આપી દીધી.

બીજા સોમવારે એ જ કઠિયારો, એ જ કૂવાકાંઠે બેસીને રડતો હતો. ભગવાન શંકરનો રથ રૂટિન રૂટ પર નીકળ્યો. કઠિયારા પર નજર પડી. રથને લૅન્ડિંગ કરી એ કઠિયારા પાસે આવ્યા અને રડવાનું કારણ પૂછ્યું. કઠિયારાએ આંખો લૂછતાં લૂછતાં કહ્યું, “મારી પત્ની કૂવામાં પડી ગઈ છે.” મદદ કરવાના હેતુથી ભગવાન ફરી કૂવામાં ઊતર્યા. ઊતર્યા પછી ભગવાનને ફરી એકવાર ગમ્મત કરવાનું મન થયું એટલે કૂવામાંથી ભગવાન એક અપ્સરાને લઈને બહાર આવ્યા. ભગવાન જેવા બહાર આવ્યા કે કઠિયારાએ ખુશીની કિલકારી કરતાં કહ્યું, “વાહ પ્રભુ વાહ! આ જ મારી પત્ની છે!”

કઠિયારાની દાનત અને અપ્રમાણિકતાથી નારાજ થઈને ભગવાને તેને પૂછ્યું : ‘તું જૂઠું કેમ બોલ્યો?'

'મારા ગુરુને લીધે.'

'ગુરુ?!' ભગવાનને આશ્ચર્ય થયું, 'કોણ ગુરુ?'

'અનુભવ... ગયા સોમવારે મને ત્રણ કુહાડીનો જે અનુભવ થયો'તો એ અનુભવને મેં મારો ગુરુ માન્યો છે, જેની કૃપાએ મેં અત્યારે થોડી બેઇમાની કરી પ્રભુ.'

‘મતલબ?'

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020