ખેતી માટે બિલ્ડર મટી ખેડૂત બનનાર સાહસિક
ABHIYAAN|August 8, 2020
ખેતી માટે બિલ્ડર મટી ખેડૂત બનનાર સાહસિક
ધ્રાંગધ્રાના યુવા બિલ્ડર મહેશભાઈ સોલંકી આજકાલ ઝાલાવાડમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાંચ વર્ષ અગાઉ તેમણે કન્સ્ટ્રક્શનનો મલાઈદાર ધંધો છોડીને ઇઝરાયલી ખારેકની કુદરતી ખેતી કરવાનું બીડું ઝડપ્યું હતું. એ વખતે તેમના આ સાહસ પર લોકો હસતા હતા, પણ આજે એ જ બધાં તેમની મહેનત અને દૂરંદેશીની પ્રશંસા કરતા થાકતા નથી. કેમ કે હાલ આખા ઝાલાવાડ પંથકમાં એકમાત્ર તેમના ખેતરમાં ઇઝરાયલી ખારેકનો મબલખ પાક ઊતરીને દેશના મેટ્રોસિટી સુધી પહોંચી રહ્યો છે.

આપણે ત્યાં મોટા ભાગના ખેડૂતો નવો પાક લેતા ગભરાતા હોય છે. એક તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઉપરથી જો પ્રયોગ કરવા જાય અને નિષ્ફળતા મળે તો વરસ નકામું નીવડે એ બીકે સામાન્ય ખેડૂત નવા પાકનું સાહસ કરવાથી દૂર જ રહે છે. તો સાહસની બીજી બાજુ એ પણ છે કે તેમાંથી જ કશુંક નવું ઊગીને આવતું હોય છે. આ બીજા પ્રકારની શક્યતાની જે વાત છે, તેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી બતાવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના યુવા ખેડૂત મહેશભાઈ સોલંકીએ. પાંચ વર્ષ અગાઉ તેમના એક મિત્ર કચ્છથી આવેલા, જેમની પોતાની વાડીઓ હતી. તેમણે મહેશભાઈના ખેતરની જમીન જોઈને સલાહ આપી કે આ જમીનમાં કપાસ, બાજરી, ઘઉં જેવા પરંપરાગત પાકોમાં ધારી સફળતા મળે નહીં. ત્યારે ઇઝરાયલી ખારેકની કુદરતી ખેતીનો પ્રયોગ કેમ નથી કરતા? સાહસિક વૃત્તિના વ્યવસાયે બિલ્ડર મહેશભાઈને આ વાતમાં રસ પડ્યો અને તેમને આ વિચાર પર અમલ કરવાની ચાનક ચડી. એ ત્યાં સુધી કે, ઇઝરાયલી ખારેકની ખેતી કરવા માટે તેમણે પોતાનો મલાઈદાર કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ સાઇડ પર મૂકી દીધો. આ વાતને આજે પાંચ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને હવે તેમની મહેનત રંગ લાવી છે. કેમ કે સમગ્ર ઝાલાવાડ પંથકમાં એકમાત્ર તેમના ખેતરમાં ઇઝરાયલી ખારેકનો મબલખ પાક ઊતરીને ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લરુ સહિતનાં મોટાં શહેરો સુધી પહોંચી રહ્યો છે

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020