દરેક બાળક માટે એનો પિતા રોજનો સાન્તાક્લોઝ હોય છે
ABHIYAAN|August 8, 2020
દરેક બાળક માટે એનો પિતા રોજનો સાન્તાક્લોઝ હોય છે
સફળતાનો આનંદ લેતા મા શીખવે, પણ નિષ્ફળતાને પચાવતા તો બાપ જ શીખવી શકે...

લૉકડાઉનની એ ફલશ્રુતિ સહુને સદા યાદ રહેશે કે નાના કે મોટાં સંતાનોને પિતા સાથે સળંગ કેટલાક દિવસો મજા પડી, પરંતુ લૉકડાઉન સિવાય જુઓ તો ચિત્ર ચિંતાજનક છે. દેશમાં બાળકો પરથી પિતૃત્વની છાયા કંઈક ઓછી થઈ રહી હોય એવું દેખાય છે. આમ તો બાળઉછેરનું કામ પિતા હસ્તક બહુ ઓછું આવે છે. મહદ્અંશે તો માતા પાસે જ સંતાનો મોટા થતાં હોય છે, કારણ કે પિતા ઘર ચલાવવાની જવાબદારીમાં વ્યસ્ત હોય છે. વરસો પહેલાં જે લોકો મુંબઈ જતા એ લોકો આવીને જે વાતો કરતા, એમાં એવું સાંભળવા મળતું હતું કે રવિવાર સિવાય તો ત્યાં સંતાનો પિતાનો ચહેરો પણ જોઈ શકતા નથી, કારણ કે સવારે સંતાનો સૂતા હોય ત્યારે પિતા લોકલ ટ્રેન પકડવા માટે ટિફિન લઈને દોડીને નીકળી જતા અને જ્યારે સાંજે પોતાની નોકરી પૂરી કરીને આવે ત્યારે એટલા મોડા આવતા કે સંતાનો ફરી જંપી ગયા હોય. આજે ઓછાવત્તા અંશે દરેક પિતા એવી સ્થિતિમાં મુકાયેલો છે કે પોતાનાં સંતાનોને આપવાના સમયમાં એણે ચારેબાજુથી બહુ કાપ મૂકવો પડે છે.

એનાં મુખ્ય બે કારણો છે. એક તો એન્ડ્રોઇડ પદ્ધતિનો મોબાઇલ આવ્યા પછી કેટલોક સમય એમાં વહી જાય છે અને બીજી મુખ્ય વાત એ છે કે રોજીરોટી રળવાના કામમાં જરૂર કરતાં બહુ વધારે સમય આપવો પડે છે. કેટલાક લોકો તો ઑફિસનું કામ પણ ઘરે લઈ આવે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 8, 2020