પોતાની જાત ઉપર હસો
ABHIYAAN|July 25, 2020
પોતાની જાત ઉપર હસો
'આપણા વડાપ્રધાને સાફ શબ્દોમાં કહ્યું છે કે અમે વાંસળીધારી કૃષ્ણને પૂજીએ છીએ, પરંતુ યાદ રાખજો કે સુદર્શન ચક્રધારી કૃષ્ણ પણ અમારા આદર્શ છે.'

સંત કબીર પાસે એક બકરી હતી. કબીરના ઘર પાસે એક મંદિર પણ હતું અને એક મસ્જિદ પણ હતી. કબીરની બકરી ક્યારેક મંદિરમાં ઘૂસી જાય તો ક્યારેક મસ્જિદમાં ઘૂસી જતી હતી. એકવાર પંડિત અને મૌલવી બંને સાથે મળીને ફરિયાદ કરવા આવ્યા. કબીરે વિનમ્રતાથી કહ્યું કે, એ જાનવર હોવાથી સમજશક્તિનો અભાવ છે. આપ મને કહો કે હું ક્યારેય આવ્યો? ઓશોએ કહેલી આ વાતમાં બહુ મોટું તથ્ય છે.

મુસલમાન હિન્દુ છે બે, પણ એક છે બંનેના પ્યાલા. એક છે બંનેનું મદિરાલય, એક છે બંનેની હાલા. એક થશે ના બેઉં જ્યાં સુધી મંદિર-મસ્જિદમાં જાશે. વેર વધારે મંદિર- મસ્જિદ, મેળ કરાવે મધુશાલા. ડૉ. હરિવંશરાય બચ્ચનની અમર કવિતા ‘મધુશાલા'ની કુલ ૧૩૪ રુબાઈઓમાંથી એક રુબાઈ અહીં રજૂ કરી છે. જેનો માતૃભાષા ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરવા માટે કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે.

'પધારો લેખક પધારો, અમે તમારી જ રાહ જોતા હતા.' રામભરોસે હિન્દુ હોટલના રણીધણી એવા ચંદુભાબાપુએ મને મીઠો આવકાર આપ્યો. ચંદુભાની ચાની હોટલમાં ત્રણે હરિના લાલ એવા અંબાલાલ, ભોગીલાલ અને ચુનીલાલ મારા પહેલાં જ પહોંચી ગયા છે.

'તમને બધાને મારા નમસ્કાર, જય હિન્દ.' કહ્યું.

‘તું જય માતાજી બદલે જય હિન્દ બોલવા લાગ્યો.' અંબાલાલે પૂછયું.

‘હિન્દ આપણી માતૃભૂમિ છે એ અર્થમાં જય માતાજી અને જય હિન્દમાં કશો જ તફાવત નથી. અત્યારે ચીન પોતાની જાત દેખાડી રહ્યું છે ત્યારે રાષ્ટ્રભક્તિ જગાડવા માટે મેં જય હિન્દ બોલવાનું શરૂ કર્યું છે.' મેં કહ્યું.

'એ બરાબર કર્યું છે.' ભોગીલાલે ટેકો આપ્યો.

'મેં એવું સાંભળ્યું છે કે ચીન પાકિસ્તાનમાં પોતાનો ઍરબેઝ બનાવી રહ્યું છે.' ચુનીલાલે કહ્યું.

'ચીનને પાકિસ્તાન મદદ કરે એમાં નવાઈ જેવું કશું નથી.' મેં કહ્યું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 25, 2020