મા સરસ્વતીની પૂજા માટે 'ઉછામણી'
ABHIYAAN|July 25, 2020
મા સરસ્વતીની પૂજા માટે 'ઉછામણી'
જૈન સમાજમાં ધાર્મિક, માંગલિક વિધિ વખતે ઉછામણી થતી હોય છે. દેવપૂજાના વિવિધ લાભ લેવા માગતા ભાવિકો 'ઘી' બોલે છે, વધુમાં વધુ ઘી બોલનારને જે-તે લાભ અપાય છે. જોકે વાગડ વિશા ઓશવાળ સમાજના લોકો દ્વારા આવી ઉછામણી કરીને એકઠું કરાયેલું દાન શૈક્ષણિક પ્રવૃત્તિ માટે વાપરવામાં આવે છે. દાતાઓ ખૂબ ઉત્સાહથી આ ઉછામણીમાં ભાગ લે છે.

કચ્છનો રાપર અને ભચાઉ તાલુકો વાગડ તરીકે ઓળખાય છે. અહીં વિશા ઓસવાળ સમાજના લોકોની વસતી મોટી છે. વાગડમાં ખૂબ મુશ્કેલીમાં જીવતા લોકો જ્યારે વતન છોડીને મુંબઈ જેવા શહેરમાં નસીબ અજમાવવા ગયા ત્યારે તેઓ સમજી ચૂક્યા હતા કે શિક્ષણ વગર આજના અને હવે પછીના જમાનામાં આગળ વધવું મુશ્કેલ છે. પોતે વેઠેલી તકલીફ પોતાનાં સંતાનોને વેઠવી ન પડે તે માટે તેમને સારું ભણતર આપવું જોઈએ તેવો ખ્યાલ આવ્યો અને તે માટે કરેલા પ્રયત્નો આજે મા સરસ્વતીની પૂજા માટેની ઉછામણીમાં ફેરવાયા છે.

ઉછામણી શબ્દ સામાન્ય રીતે ધાર્મિક સંદર્ભમાં વપરાય છે. જેને લોકો મંદિરોમાં ધાર્મિક પ્રસંગે કોઈ વસ્તુ કે વિધિ માટે જે બોલી બોલે (હરાજી વખતે બોલાય તે પ્રકારે) તેને ઉછામણી કહેવાય છે શૈક્ષણિક પ્રવૃત્તિ માટે દાન એકઠું કરવા માટે વિશા ઓશવાળ સમાજ દ્વારા આવી જ રીતે ઉછામણી શરૂ કરાઈ છે. દાતાઓનો ખૂબ સહકાર મળી રહ્યો છે. મળતાં દાનમાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાય છે, બુક બેંકની સુવિધા અપાય છે અને વિદ્યાર્થીઓ સહિત બધા જ્ઞાતિજનો માટે કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવાય છે. અનેક વિદ્યાર્થીઓ તેનો લાભ લઈને આજે ઉચ્ચ શિક્ષિત બન્યા છે અને તેઓ પોતે પણ બીજા બાળકોના શિક્ષણ માટે મદદ કરી રહ્યા છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 25, 2020