શીશ ગંગ અર્ધાગ પાર્વતી સદા બિરાજત કૈલાસી...
ABHIYAAN|July 25, 2020
શીશ ગંગ અર્ધાગ પાર્વતી સદા બિરાજત કૈલાસી...
ઝરમર વરસાદ શ્રાવણનો સંદેશો લઈને આવ્યો છે. આખો મહિનો વ્રત અને તહેવારોનો છે.

શિવ ભક્તો અધીરાઈપૂર્વક શ્રાવણની રાહ જોતા હોય છે. દેવોના દેવ મહાદેવ અજર અમર છે. જ્યારે દેવતાઓ પર કષ્ટ આવ્યું તેમણે હળાહળ વિષ પણ પી લીધું, ગળે અટકાવી રાખ્યું એટલે નીલકંઠ તરીકે પૂજાયા. તેમને શીતળતા મળે એટલે દેવતાઓએ જળનો અભિષેક કર્યો જે દરેક યુગમાં થાય છે.

શ્રાવણમાં જ્યાં જ્યોતિર્લિંગ છે, ત્યાં શિવ દર્શન માટે યાત્રાળુઓ પહોંચે છે. રુદ્રાભિષેક થાય છે. કેટલાંક ધામ એવા પણ છે જે આસ્થાને કારણે નિર્માણ પામ્યાં છે, જેમાંનું એક છે કોલકાતાથી આશરે ૬૩ કિલોમીટર અંતરે વસેલું બાબા તારકનાથ ધામ. મૂળ તારકેશ્વર નાનકડું ગામ હતું. એવી માન્યતા છે કે વિષ્ણુદાસ અયોધ્યાથી આવ્યા હતા, તેમને ભગવાન શંકર પર શ્રદ્ધા હતી. તેમણે એક દિવસ જંગલમાં એક લિંગ પર ગાયો આપમેળે તેના પર દૂધ રેલાવતી હતી તે જોયું. વિષ્ણુદાસને સ્વપ્નમાં આદેશ થયો કે તે લિંગની સ્થાપના કરે, તેના પર જલ ને દૂધનો અભિષેક કરે.

તે લિંગ જ્યાં સ્થાપિત થયેલ ત્યાં રાજા ભારમલે ૧૭૨૯માં શિવાલય ચણાવ્યું. તેની અડોઅડ એક તળાવ બંધાવ્યું. તે તીર્થ-સ્થળ તારકેશ્વર અને તેની પાસે પવિત્ર દૂધ તળાવ!

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 25, 2020