સંકટ સમયની સાંકળ : બચત સાથેનું ઘરનું અર્થતંત્ર
ABHIYAAN|July 25, 2020
સંકટ સમયની સાંકળ : બચત સાથેનું ઘરનું અર્થતંત્ર
આજે કોરોનાની મહામારીને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે, જ્યાં આપણી આર્થિક સ્થિતિ મજબૂત બનવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. લાખો દર્દીઓ, દવાઓ, મોંઘવારી, બિઝનેસમાં નુકસાન, પગારમાં કાપ જેવા રૂપિયા સાથે સંકળાયેલા અસંખ્ય પ્રશ્નોથી પરેશાન છે. વ્યક્તિના મનમાં સતત એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આ બધું ક્યારે ખતમ થશે અને ક્યારે સારા દિવસો આવશે?

એક પૌરાણિક કથા અનુસાર શનિદેવ વિષ્ણુદેવને મળવા ગયા. એ સમયે માતા લક્ષ્મી પણ ત્યાં હાજર હતાં. શનિદેવે ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે અમારા બેમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે – માતા લક્ષ્મી કે હું શનિદેવ? શનિદેવનો પ્રશ્ન સાંભળી ભગવાન વિષ્ણુ મૂંઝવણમાં મૂકાઈ ગયા. તેઓ શનિદેવને નારાજ નહોતા કરવા ઇચ્છતા કે માતા લક્ષ્મીને પણ કોપાયમાન નહોતા કરવા માગતા. માતા લક્ષ્મી પણ ભગવાન વિષ્ણુનો ઉત્તર સાંભળવા આતુર હતાં. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મી અને શનિદેવને કહ્યું કે પહેલાં તમે સામેના વૃક્ષ પરથી એક-એક પાંદડું તોડીને લઈ આવો એ જોયા પછી હું જવાબ આપીશ. લક્ષ્મીજી અને શનિદેવ વૃક્ષ પરથી પાન તોડીને લઈ આવ્યાં અને વિષ્ણુને ફરીથી પ્રશ્ન કર્યો એ સમયે ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે શનિદેવ જતા સારા લાગે છે અને લક્ષ્મીજી આવતા સારા લાગે છે. માતા લક્ષ્મી અને શનિદેવ બંનેને પ્રશ્નનો જવાબ મળી ગયો હતો.

દેવી લક્ષ્મીને આવતા જોવાનું દરેકને પસંદ છે, પણ આજની સ્થિતિમાં લક્ષ્મીના આવ્યા બાદ તેને ટકાવી રાખવી પણ એટલું જ મહત્ત્વનું છે. આજે કોરોનાની મહામારીને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે, જ્યાં આપણી આર્થિક સ્થિતિ મજબૂત બનવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. લાખો દર્દીઓ, દવાઓ, મોંઘવારી, બિઝનેસમાં નુકસાન, પગારમાં કાપ જેવા રૂપિયા સાથે સંકળાયેલા અસંખ્ય પ્રશ્નોથી પરેશાન છે. વ્યક્તિના મનમાં સતત એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આ બધું ક્યારે ખતમ થશે અને સારા દિવસો આવશે. આવી પરિસ્થિતિમાં પણ કેટલીક વ્યક્તિઓ સંયમ જાળવી રહ્યાં છે અને જેમ-તેમ કરીને જીવનનિર્વાહ કરી રહ્યાં છે, પણ આવતીકાલનું શું એ ચિંતા દરેક વ્યક્તિને સતાવી રહી છે. આવા સમયે ફાઇનાન્સના વિષયમાં નિષ્ણાત અને પૈસા, ધન અને માતા લક્ષ્મીનો આદર કરો જેવો એક પ્રોગ્રામ બનાવીને છેલ્લાં ૧૮ વર્ષથી લોકોને રૂપિયા માટે જાગૃત કરવાનું કામ એડી ઇન્ફો મીડિયાની ફાઉન્ડર, ગ્રોથ હેકર, ફાઇનાન્સિયલ સ્ટ્રેટેજિસ્ટ, મેન્ટોર અને સ્પિકર જેન શાહ કરી રહ્યાં છે. 'અભિયાને' જેન શાહ સાથે વાતચીત કરવાની ઉત્સુકતા દેખાડી અને જેને તુરંત જ તૈયાર થઈ ગયાં.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 25, 2020