લોકડાઉન ખૂલતાં જ વાર..
ABHIYAAN|July 25, 2020
લોકડાઉન ખૂલતાં જ વાર..
'બસ એક વાર આ લોકડાઉન ખૂલી જાય ને...'

‘તો...?'

'શું તો? મારે બહુ બધા કામ બાકી છે, તમને શું ખબર?'

'ત્રણ-ત્રણ લૉકડાઉન મળ્યા તોય હજી તારું કામ બાકી રહી ગયું? મને તો એમ કે તેં બહુ કામ કર્યું તે હવે તો તારે દિવાળીનું કામ પણ નહીં કરવું પડે.'

‘તમને છે ને મારી વાતમાં કંઈ સમજ નહીં પડે તો નહીં બોલવાનું. લોકડાઉનમાં તો ઘરનાં જ કામ થયાં ને? બહારનાં કેટલાં બધાં કામ મારા અટવાયા છે તે હવે પૂરા કરવા પડશે ને?'

'તે બહાર જે કામ અટવાઈ જાય ને તને ઘરમાં બેઠાં બેઠાં પણ એનું ટેન્શન થાય એવાં કામ કરે છે જ શું કામ?'

'તમે છે ને મારા માટે માથાનો દુખાવો છો. એના કરતાં જાઓ તમે કોરોનાનો સ્કોર વાંચો ને એને ગોખી કાઢો એટલે ફોન પર બધા સાથે વાત કરવા કામ આવે. સમજ પડે નહીં ને બધી વાતમાં માથાં મારવા જોઈએ.’

'આ તો મને એમ કે હવે જ્યારે મને આદત પડી જ ગઈ છે તને મદદ કરવાની, તો પૂછી લીધું કે તને કોઈ કામમાં મારી મદદની જરૂર હોય તો વળી કરવા લાગ્યું. મને પણ હવે નવરા બેસવું ગમતું નથી. હળીમળીને કામ કરવાની હવે મજા આવે છે. લૉકડાઉન ખૂલે ત્યારે તારા બહારનાં કામમાં જો હું કોઈ મદદ કરી શકું તો મારી જાતને ભાગ્યશાળી ગણીશ.'

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 25, 2020