નિજાનંદનો મનભર ઓચ્છવ છે એકાન્ત....!

ABHIYAAN|July 04, 2020

નિજાનંદનો મનભર ઓચ્છવ છે એકાન્ત....!
આજે એકાન્તમાં જે ચિંતવન કરો એ જ આગળ જતાં તમારા ચિત્તવન પર છવાઈ જાય છે. આજના વિચારો આપણી આવતીકાલને ઘડે છે...!

બુદ્ધને કે મહાવીરને કદી એવો વિચાર પણ ન આવ્યો કે જેના કલ્યાણ માટે તેઓ તપ કરે છે એ માણસજાતમાં કોઈ પાત્રતા નથી. તેમણે યોગ્યતા જોયા વિના સહુની પર અમૃત વર્ષા કરી અને એમ લાખો લોકો ધન્ય થયા. જેમણે કારણે કે અકારણે બીજાઓનું સદાય કલ્યાણ જ કરવું છે એમનું એકાન્ત મહાન સાધુપુરુષો કે ઇન્દ્રાદિક દેવો જેવું વિશુદ્ધ હોય છે. રામ એમના અવતારના આયુષ્યકાળમાં જેટલા યુદ્ધ બહાર લડ્યા છે એનાથી ક્યાંય અધિક યુદ્ધ તો તેઓ પોતાની ભીતર લડ્યા છે અને રામના ભીતરી યુદ્ધોની તો અણકથિત એક અલગ જ રામાયણ છે. એ જ રીતે આપણે દરેક મનુષ્યો પણ મનના મોરચે એકસાથે અનેક જંગ છેડી બેઠાં હોઈએ છીએ. એ હદ અને સરહદ જ્યાં સુધી શાન્ત ન થાય ત્યાં સુધી અનહદમાં કેમ પ્રવેશ થાય? અને અનહદને ઓળખ્યા વિના એકાન્ત વિશુદ્ધરૂપે માણી શકાતું નથી.

અનેક લોકો વાનરવૃત્તિથી એકાન્ત પોતાના ઘા પર જ નખ ફેરવે છે ને એ રીતે જગતે આપેલા ઘાને જાતે જ વધુ ગહેરો કરે છે. વાનરને ક્યાંય ઈજા થાય તો પછી એનું મૃત્યુ નિશ્ચિત હોય છે, કારણ કે જરાક જેટલી ઈજાને એ ભીષણ અને વિકરાળ બનાવી મૂકે છે. અભાવો અને આઘાતોને મમળાવતી કે ચોકલેટની જેમ ચગળતી વ્યક્તિએ પતન માટે કોઈ ઠેશ ખાવાની જરૂર નથી, કારણ કે એ સ્વયંથી જ સ્વયંને પછાડે છે. એવા લોકોને શત્રુની પણ જરૂર હોતી નથી. એની સામે એક વર્ગ એવો છે જે એકાન્ત તરંગોમાં જ વિહાર કરે છે. વિચાર અને તરંગમાં તફાવત છે. તરંગો જે રીતે ઉછળે એ જ રીતે પાછા શમી જાય. તરંગો આવે અને જાય, પરંતુ વિચારમાં અખંડ શક્તિ છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ શુભ વિચારને આ બ્રહ્માણ્ડની શક્તિનું સમર્થન મળે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 04, 2020