સાહેબનો સાળો

ABHIYAAN|July 04, 2020

સાહેબનો સાળો
હિન્દુસ્તાની પિતા બોલ્યો કે હું મારા બાળકને પાંચ-દસ મિનિટ રડાવી શકું, પણ મારા દેશના સેનિકના બાળકને આજીવન રડાવી શકું નહીં

એક બાળકની પાડોશમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું જે બાળકને દરરોજ વહાલ કરતું હતું. એક દિવસ એ દંપતી ખંડિત થયું. વૃ દ્વાનું મૃત્યુ થવાથી વૃદ્ધને રડતાં જોઈ બાળક એ વડીલના ખોળામાં બેસી ગયો. એ બાળક ઘેર આવ્યો તો એની મમ્મીએ પૂછ્યું કે, તું શું કરતો હતો? ત્યારે માસૂમ બાળક બોલ્યો કે, દાદાને રડવામાં સાથ આપતો હતો. માણસ બીજાનાં આંસુ લૂછી ન શકે તો માત્ર રડવામાં સાથ આપે તો પણ ઘણા સુશાંતસિંહ આપઘાત કરતાં અટકી જાય એમ છે.

'જે માતાજી ચંદુભા.’ ચંદુભાની ચાની હોટલમાં પ્રવેશ કર્યો.

'પધારો લેખક, માતાજી.' ચંદુભાએ ક્ષત્રિયને શોભે એવા વિનય-વિવેકથી મને આવકાર આપ્યો.

‘બાપુ, શું નવીન છે?'

'ચીનના સૈનિકોએ પોતાની જાત દેખાડી એ નવીન છે.'

'એમાં નવું કશું નથી, કારણ દુર્જન દગો ન કરે તો બીજું શું કરે?'

'મંત્રણાની વાત કરીને અડધી રાત્રે અચાનક હુમલો કર્યો.'

'આપણા જાંબાઝ સૈનિકોએ અણધાર્યા હુમલાનો પણ જડબાતોડ જવાબ આપ્યો. આપણા વીસ સામે એમના ચાલીસ ગયા.'

'મને એમ કહેવાનું મન થાય છે કે આ ચીના નથી, પરંતુ “ચીના'ની આગળ 'લૂ' લગાડવું પડે એવા છે.' બાપુએ આક્રોશ પ્રગટ કર્યો.

'થોડાં વરસો પહેલાં ચીનના પ્રેસિડન્ટ શી ઝિનપિંગ અમદાવાદ આવ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદી સાથે રિવરફ્રન્ટ ઉપર બેઠા હતા.'

'હા, મને યાદ છે.'

'એ વખતે મેં અંબાલાલને કહ્યું કે ચાઇનાના પ્રેસિડન્ટ આવ્યા છે ત્યારે એણે પોતાની બુદ્ધિ પ્રમાણે કહ્યું હતું કે પ્રેસિડન્ટ બોલાવ્યા તો પછી ચાઇનાના ન બોલાવાય, પણ ઓરિજિનલ બોલાવાય.'

'એની વાત સાચી છે, લોકોના મનમાં છાપ પડી ગઈ છે કે મેઈડ ઈન ચાઈના એટલે ડુપ્લિકેટ.'

'એ શી ઝિનપિંગ ખરેખર ડુપ્લિકેટ જ નીકળ્યા, કારણ એ ચીન જઈને પાકિસ્તાનની તરફેણ કરવા લાગ્યા હતા.'

'ખીચડી આપણી ખાધી અને ખુશામત દુશ્મનની કરી.'

'એનું નામ ગદ્દાર.' મેં કહ્યું.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 04, 2020