ર૬ જૂન, ૪૫ વર્ષ પહેલાંની કટોકટી

ABHIYAAN|July 04, 2020

ર૬ જૂન, ૪૫ વર્ષ પહેલાંની કટોકટી
૨૬ જૂન. ૪૫ વર્ષ પહેલાં આ દિવસે ઇંદિરા ગાંધીએ વડાપ્રધાનપદની ખુરશી બચાવવા દેશમાં કટોકટી લાદીને સમગ્ર દેશને જેલખાનામાં તબદીલ કરી દીધો હતો.

રાત ભી ગુજરેગી, કલ સૂરજ ભી નિકલેગા જરૂર યે અંધેરે ચંદ લમ્હોં કે હૈ, જી છોટા ન કર.

વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું હતું. લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતાં અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવી હતી. તમામ વિરોધ પક્ષોના નેતાઓ અને કાર્યકરોને મીસાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ કાયદો એવો હતો કે તેની સામે અદાલતમાં અપીલ પણ ન થઈ શકે. એટલે તો એ કાળો કાયદો કહેવાતો. સરકાર અને તંત્રને કોઈ પણ નાગરિકને જેલમાં પુરી દેવાનો અધિકાર મળી ગયો હતો. તેનું કારણ પૂછી શકાતું નહીં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાંના બ્રિટિશ રાજના દિવસો ઘણાને યાદ આવી ગયા હતા. તો નાગરિકો પરના દમન અને અત્યાચારની બાબતમાં તો ક્યારેક બ્રિટિશ રાજ કરતાં પણ ખરાબ સ્થિતિ હોવાનો અહેસાસ થતો હતો. જેલમાં ધકેલી દેવાયેલા લોકોને ખબર ન હતી કે તેઓ ક્યારે છૂટશે.

- અને એટલે જ અંધકાર ભર્યા એ દિવસોમાં ઇંદિરાજીની કટોકટી સામે સંઘર્ષ કરનારાઓ ઉપર લખ્યો છે એવા શે'રનું રટણ કરીને આશાનો દીપ પ્રજવલિત રાખતા હતા. કટોકટી અને સેન્સરશિપ સામેના સંઘર્ષનો આરંભ પ્રથમ દિવસથી જ થઈ ગયો હતો અને કટોકટીના અંત સુધી ચાલ્યો હતો. એ સંઘર્ષમાં આમ આદમી પણ સામેલ હતા. નાનાં નગરો સુધી સંઘર્ષ ખેલાયો હતો. ઘણાએ પ્રત્યક્ષ તો અસંખ્ય લોકોએ પ્રચ્છન્ન ભૂમિકા ભજવી હતી. આવા સંઘર્ષના એક સાથીની યાદ આજે તાજી થઈ આવે છે. થોડા વર્ષો પહેલાં જ એમના અવસાનના સમાચાર મળ્યા હતા. એ કોઈ ઉચ્ચ પ્રતિભા ન હતી કે દિગ્ગજોમાં તેમનું નામ સામેલ થઈ શકે તેમ નથી. જામનગરના જિલ્લાના ખંભાળિયા જેવા એક નાના નગરમાં સર્વોદય કાર્યકર તરીકે સૌના પરિચિત. કટોકટી દરમિયાન જ તેમના વિશેષ પરિચયમાં આવવાનું બન્યું. કટોકટી લાદવામાં આવી એ પછીના પહેલા રવિવારે તેના વિરોધમાં જે જાહેરસભા યોજાઈ તેના ત્રણ વક્તાઓમાં એક તત્કાલીન જનસંઘના સ્થાનિક નેતા નટુ ગણાત્રા, સર્વોદય કાર્યકર મોહનભાઈ મોદી અને ત્રીજો હું. સભા પૂરી થયા પછીના કલાકમાં જ ઘરે તેડું આવ્યું - પોલીસ મથકે હાજર થવાનું. ઉશ્કેરણીજનક ભાષણ કરવાના આરોપસર ધરપકડ અને જાતમુચરકા પર છૂટકારો. એ પછી કોર્ટમાં આરોપનામું મુકાયું ત્યારે બચાવમાં શું કહેવાનું એ વિશે ત્રણેય વચ્ચે ચર્ચા થઈ. સ્વાતંત્ર્યની ચળવળનો અનુભવ ધરાવતા મુરબ્બી સર્વોદયી મોહનભાઈએ ત્યારે સૌ પ્રથમવાર ગાંધીજીના સત્યાગ્રહનો પ્રથમ પાઠ શીખવાડ્યો - આપણે પ્રતિકાર નથી કરવાનો. માત્ર એટલું જ કહેવાનું છે કે વાણી-સ્વાતંત્ર્ય એ અમારો અધિકાર છે અને એ મુજબ અમે અમારી વાત લોકો સમક્ષ મુકી છે. એ જો અપરાધ ગણાતો હોય તો અમને એ અપરાધ સ્વીકાર્ય છે અને અદાલતે અમને ત્રણેયને ત્રણ દિવસની કેદની સજા કરી. એ માટે ટ્રેન દ્વારા રાત્રે જામનગર જેલમાં લઈ જવાયા. સ્ટેશન પર નગરના અનેક લોકો વળાવવા આવ્યા હતા.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 04, 2020