હિન્દી ફિલ્મોધોગમાં નેપોટિઝમ-ગૂપીઝમનાં મૂળિયાં બહુ ઊંડાં છે

ABHIYAAN|July 04, 2020

હિન્દી ફિલ્મોધોગમાં નેપોટિઝમ-ગૂપીઝમનાં મૂળિયાં બહુ ઊંડાં છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી આવતા આત્મહત્યાના સમાચારો ચર્ચાસ્પદ મુદ્દો બની રહે છે અને તેમાંય જ્યારે સુશાંતસિંહ રાજપૂત જેવા ઉમદા કલાકારો કવેળાએ દુનિયાને અલવિદા કહે છે ત્યારે એ દુર્ઘટના આંચકાજનક સાબિત થાય છે. સુશાંતસિંહ રાજપૂત એવો પહેલો એક્ટર નથી જેણે આત્મહત્યા કરી હોય, અગાઉ પણ ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ આત્મહત્યા જેવું પગલું ભર્યું છે. જોકે, સુશાંતસિંહ રાજપૂત જેવા ઊભરતા કલાકારના મોતે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, પણ દરેક વ્યક્તિને બોલિવૂડમાં રહેલા નેપોટિઝમ અને ગૂપીઝમ જેવા મુદ્દાઓ પર વિચારવા મજબૂર કર્યા છે.

સુશાંતસિંહ રાજપૂતે પવિત્ર રિશ્તા નામની ધારાવાહિકમાં લીડ રોલ કરીને અભિનય કારકિર્દી શરૂ કરી હતી. લોકોના મનમાં પવિત્ર રિશ્તાનો માનવ દેશમુખ ઉર્ફે સુશાંતસિંહ રાજપૂત વસી ગયો. કાઈપો છે ફિલ્મ થકી તેણે બોલિવૂડમાં પગરણ માંડ્યા. બાદમાં કારકિર્દીનો ગ્રાફ ઊંચકાયો. એમ. એસ. ધોની, છીછોરે જેવી ફિલ્મો થકી જ્યાં તેણે લોકોના ગમતા અભિનેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું જ હતું, ત્યાં તેણે માત્ર બોલિવૂડ જ નહીં, પણ દુનિયાને જ અલવિદા કહેવાનું મુનાસિબ માન્યું. કેમ! ઘણા બધાં કારણો આપણને એક વ્યક્તિ તરીકે, એક સારા એક્ટરના ચાહક તરીકે સાંભળવા મળે છે. એ ડિપ્રેશનમાં હતો. કેમ તો તેની પાસેથી લ્મિો આંચકી લેવામાં આવી હતી. તે ગૂપીઝમનો શિકાર બન્યો હતો. તે નેપોટિઝમનો શિકાર બન્યો હતો. તેને તેની માતા ખૂબ યાદ આવતી હતી વગેરે વગેરે.

આપણે સુશાંતસિંહ રાજપૂતને એક સામાન્ય યુવાનના પ્રતિનિધિ તરીકે જોઈએ તો કોઈ પણ યુવાન કે યુવતી બોલિવૂડમાં કામ કરવાના સપનાને સાકાર કરવા કેટકેટલો સંઘર્ષ કરે છે. ભણવામાં પણ સરસ હોય એવાં યુવાન-યુવતીઓ પણ ડાન્સ-એન્ટિંગ કે ટીવી-ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના હેતુથી પોતાની ડિગ્રીને બાજુ પર મૂકીને, ઘર-પરિવારથી દૂર આવીને રહે છે. કામ મેળવવા માટે સંઘર્ષ કરે છે. કેટલાંય વર્ષો સુધી અને પછી તેમને જ્યારે કામ મળે છે ત્યારે વળી નવા સપનાઓનું ભાથું તૈયાર થાય છે, પણ એકવાર એક ચાન્સ મળ્યો અને પછી જો કામ મળતું બંધ થઈ જાય તો તેઓ નાસીપાસ થઈ છે. પોતાને સતત હાઈલાઇટ કરવા, સમાચારમાં રહેવા, સોર્સ ઊભા કરવા તેઓ પ્રયત્નરત રહે છે. આ માટે પાર્ટીઓ કરવી, મિત્રોને હળવું-મળવું, ડ્રગ્સ-ડ્રિન્કના રવાડે ચઢવું વગેરે વગેરે તબક્કાઓમાંથી તેઓ પસાર થતા રહે છે, પણ જ્યારે આ બધું પણ તેમને બિનઅસરકારક કે ઠગારું હોવાનો અનુભવ કરાવે છે ત્યારે તેઓ આત્મહત્યા જેવું પગલું ભરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં આ જ વાતો હોય છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 04, 2020