રૂપ અને બુદ્ધિ

ABHIYAAN|June 27, 2020

રૂપ અને બુદ્ધિ
રાજાએ સિક્સર મારી દીધી. એ બોલ્યા કે, 'નૃત્યાંગના, તું એક વાત ધ્યાનથી સાંભળી લે. ભાગ્યની સામે રૂપ નાચે છે, પરંતુ ક્યારેય રૂપની સામે ભાગ્ય નાચતું નથી.'

એક સાધકે એક સંતને જઈને કહ્યું કે હું મોક્ષ મેળવવા માંગુ છું. આ સાંભળી સંત બોલ્યા કે જયાં 'હું' છે ત્યાં મોક્ષની પ્રાપ્તિ અશક્ય છે. એકવાર જીવનમાંથી ‘હું દૂર કરી જુઓ તો મોક્ષ આપોઆપ આવી મળશે.

એક અન્ય સાધકે એકવાર સંતને કહ્યું કે I Want Peace. આ સાંભળી સંત બોલ્યા કે સૌપ્રથમ તારા વાક્યમાંથી અહમનો દૂર કરી નાખો અને પછી ઇચ્છાનું Want દૂર કરી નાખ તો Peace તો હાજરાહજુર છે. આમ પણ જ્યાં અહંકાર અને કામના ન હોય ત્યાં શાંતિ સિવાય બીજું કશું જ હોઈ શકે નહીં,

'કહું છું સાંભળો છો?' શ્રીમતીજીએ પૂછ્યું.

'હવે મારે એ જ કરવાનું છે.' મેં કહ્યું.

'એ જ કરવાનું છે એટલે?'

'પરણેલા પુરુષને આમ પણ પત્ની જે કહે તે સાંભળવાનું જ હોય છે.' મેં કહ્યું.

'હા... તમે કેવું સાંભળો છો એ મને ખબર છે.'

'શું ખબર છે?'

'તમે સાંભળવા કરતાં બોલવાની પ્રેક્ટિસ વધુ રાખી છે એ સૌને ખબર છે.' પત્નીએ કહ્યું.

'અત્યારે આખો દિવસ ઘરમાં રહું છું અને હવે લૉકડાઉનના પ્રતાપે ઘરકામ પણ બધું આવડી ગયું છે.'

'મારે તો કોરોનાને કાગળ લખીને થેન્ક યુ કહેવું છે.' પત્ની બોલ્યાં.

'કાગળ લખો એનો વાંધો નથી બાકી રૂબરૂ બોલાવશો નહીં.'

'રૂબરૂ બોલાવે મારી બલા. હું શા માટે બોલાવું?'

‘તમારે કોરોનાને શા માટે થેન્ક યુ કહેવું છે?’ મેં પૂછ્યું.

'જે લોકો ક્યારેય ભગવાનની સામે જોતા નહોતા એ દરરોજ સવારે દીવો-અગરબત્તી કરીને માળા ફેરવે છે.'

‘દાખલા તરીકે...'

'ભોગીલાલભાઈ અને જે લોકો ક્યારેય જાતે ઊભા થઈને પાણીનો ગ્લાસ પણ ભરતા નહોતા એ અત્યારે ટુવાલ પહેરીને ઘરનો ટાંકો ભરે છે.'

‘દાખલા તરીકે હું' સ્વીકારી લીધું.'

'જે લોકો આખો દિવસ ચંદુભાની ચાની હોટલમાં જઈને એ વેઇટર ઇધર ફટકા લગાઓ, એ વેઇટર ઉપર ફટકા લગાઓ... આમ ફટકા લગાવવાના ઓર્ડર ફટકારતા હતા એ અત્યારે બરમૂડો પહેરીને ઘરમાં પોતાં કરે છે.'

‘દાખલા તરીકે...' મેં પૂછ્યું.

'અંબાલાલભાઈ...'

'જે લોકો પોતાનો વિચાર કરે છે એ પોતા-નો પણ વિચાર કરે છે.'

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 27, 2020