‘તું જીવે છે' કહીને લોકવાણી લોકોને આપે છે સધિયારો

ABHIYAAN|June 27, 2020

‘તું જીવે છે' કહીને લોકવાણી લોકોને આપે છે સધિયારો
કોવિડ-૧૯ત્ના આ કપરા સમયમાં કોરોના વાઇરસથી બચીને કેવી રીતે જીવવું, તે અંગે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક માર્ગદર્શિકાઓ બહાર પડાઈ છે. શહેરીજનો તે સમજે છે, પરંતુ ગામડાંમાં ખાસ કરીને કચ્છનાં ગામડાંમાં વસનારા લોકો કોરોના અંગેની વિવિધ વાતોથી અજાણ છે, ત્યારે ભુજની એક સંસ્થા 'લોકવાણી' લોકો સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં ૧૦-૧૦ મિનિટના કાર્યક્રમો બનાવીને વૉટ્સઍપના માધ્યમથી ગામેગામ જાગૃતિ ફેલાવી રહી છે.

કોરોનાના આ કપરા કાળમાં લોકોની જીવનશૈલી ધીરે ધીરે બદલાઈ રહી છે. માસ્ક અને સેનિટાઇઝરે માનવ જીવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ આજે પળેપળે પાળવું પડે છે. કોરોના વાઇરસના કારણે થનારા કોવિડ-૧૯ રોગથી બચવા શું કરવું જોઈએ તે અંગેની માર્ગદર્શિકાઓ જારી થઈ છે. લોકો તેને અનુસરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. જોકે ગામડાંમાં રહેનારા અને તેમાં પણ કચ્છના અંતરિયાળ ગામડાંમાં રહેનારા લોકો આ વાઇરસ, આ રોગ અને તે માટેના નવા નવા સાંભળેલા શબ્દપ્રયોગથી તદન અજાણ છે. તેના કારણે તેમનામાં વધુ ગભરાટ વ્યાપ્યો છે.

લોકો ડરે નહીં પરંતુ પૂરતી તકેદારી રાખે, સચેત રહે તે જરૂરી છે. મુંબઈગરા કચ્છીઓ વતન આવ્યા પછી કોરોનાનો કહેર કચ્છનાં ગામડાં સુધી વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે ત્યારે ત્યાં રહેનારા લોકો કોરોના પછીની જીવનપદ્ધતિ, કોરોનાના કારણે ઉદ્દભવનારી બીજી અનેક સમસ્યાઓ વગેરેથી વાકેફ થાય અને તે અંગે સાવચેતીના પગલાં લે તે જરૂરી છે. આથી જ ભુજની એક સ્વૈચ્છિક સંસ્થા ‘લોકવાણી’ દ્વારા વૉટ્સઍપ જેવા ખૂબ લોકપ્રિય અને ગામડાંમાં સહેલાઈથી લોકો સુધી પહોંચેલા માધ્યમની મદદથી કોરોના સંબંધિત વિષયો પરની નિષ્ણાતો સાથેની ચર્ચા ગામડાંમાં પહોંચાડાઈ રહી છે. લોકો તેને ખૂબ રસપૂર્વક સાંભળે છે, મનમાં ઊઠતા પ્રશ્નો અંગે કાર્યક્રમના સંચાલકો સાથે વાતચીત કરે છે અને આ કાર્યક્રમની ઓડિયો ક્લિપ્સ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા મદદરૂપ બને છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 27, 2020