કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...

ABHIYAAN|June 27, 2020

કોફીના કપમાં ડૂબી જતી સાંજ અને ડૂબી જતી જિંદગી...
જે લોકો અનેક પ્રકારનાં સુખ વચ્ચે આળોટતા હોય તેમને એ સુખ લેતાં ન આવડતું હોવાના દાખલાઓ આ સંસારમાં ઓછા નથી

જે ઘરમાં પતિ અને પત્ની ઉંદર-બિલાડીની રમત રમતાં હોય એ ઘરનો વિનાશ નક્કી હોય છે...

કેટલાક લોકો સુખને માણી શકતા નથી. અપાર સુખની વચ્ચે પણ તેઓ જાણે કે ખુદ નવા દુઃખને શોધવા નીકળે છે. સુખમાં તેઓ જંપીને રહેતા જ નથી. એમના મનમાં સળવળ થયા જ કરે છે. ક્યારેક એમ થાય કે અરે, આટલું બધું સુખ છે તો આ લોકો નવા ઉત્પાત શા માટે મચાવતા હશે? પરંતુ આ દુનિયામાં એવા પણ લોકો છે કે જેમને દુઃખનું વ્યસન થઈ ગયું હોય છે. તેઓનું કામ ભોમાંથી ભાલા શોધવાનું એટલે કે ન હોય એમાંથી આપત્તિ ઊભી કરવાનું છે. તેઓ એક સરસ મજાની જાળ ગુંથવામાં વ્યસ્ત હોય છે, પરંતુ એ જાળનો છેડો આવવાનો થાય ત્યારે એમને ખ્યાલ આવે છે કે આપણે પોતે જ આ જાળમાં ફસાઈ ગયા છીએ. પછી એમાંથી બહાર આવવાનું કામ અસંભવ હોય છે. જાણીતી કથા છે કે સોક્રેટિસને રાજાએ જેલમાં પૂર્યા ત્યારે એના કેટલાક શિષ્યો અને ચાહકોને પણ સાથોસાથ પૂર્યા. એમાં એક લુહાર પણ હતો. એણે કહ્યું કે દુનિયાની કોઈ પણ હાથકડી હું રમત રમતમાં ખોલી શકું છું.

પછી જ્યારે ચન્દ્ર ઉપર આવ્યો અને જેલમાં અજવાળું થયું ત્યારે સાથીઓએ કહ્યું કે હવે તો હાથકડી ખોલી બતાવ. અજવાળામાં હાથકડી જોઈને લુહારે કહ્યું કે આ તો મારી જ બનાવેલી હાથકડી છે, આ મારાથી નહીં ખૂલે. પોતાની બનાવેલી હાથકડી જ્યારે પોતાના જ હાથમાં આવે છે ત્યારે મુક્તિનો કોઈ માર્ગ મળતો નથી. દેશની વિખ્યાત કૉફી બ્રાન્ડ સીસીડી એટલે કે કૉફી કાફે ડેના સર્વેસર્વા મિસ્ટર વી.જી. સિદ્ધાર્થ ગયા વરસે એકાએક ગુમ થઈ ગયા અને પછીથી ખ્યાલ આવ્યો કે એમણે જાતે જ સ્વનિર્ણયથી આ દુનિયા છોડી દીધી છે. તેઓ દેશની સૌથી પ્રતિષ્ઠિત કાફે ચેઇનના માલિક હતા. જે લોકો અનેક પ્રકારનાં સુખ વચ્ચે આળોટતા હોય તેમને એ સુખ લેતાં ન આવડતું હોવાના દાખલાઓ આ સંસારમાં ઓછા નથી. સિદ્ધાર્થ એનો એક વધારાનો નમૂનો છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

June 27, 2020