કોરોનાનો ભય જ મજૂરોને ભાગવા માટે મજબૂર કરે છે

ABHIYAAN|May 23, 2020

કોરોનાનો ભય જ મજૂરોને ભાગવા માટે મજબૂર કરે છે
કચ્છમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રોજીરોટી કમાવા આવ્યા છે. ખેતીવાડી અને ઉદ્યોગોનો પ્રાણ જ પરપ્રાંતીય મજૂરો છે. અહીં આવીને બે પાંદડે થયા હોવા છતાં કોરોનાનો ભય આ લોકોમાં એટલી હદે વ્યાપક બન્યો છે કે તેઓ કમાવાની તકો છોડીને પણ પોતાના વતન જવા તલપાપડ બન્યા છે.

કચ્છ પાણીની તંગી ભોગવતો પ્રદેશ હોવા છતાં અહીંની ખેતી સમૃદ્ધ છે. તેવી જ રીતે ભૂકંપ પછી થયેલા ઔદ્યોગિકીકરણના કારણે અહીં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ખેતી અને ઉદ્યોગો માટે પાયા સમાન મજૂરી કરવામાં કચ્છના મૂળ વતનીઓને બહુ ઓછો રસ છે. તેથી જ પાયો મજબૂત કરવાનું કામ પરપ્રાંતથી આવેલા મજૂરોના ભરોસે કરવું પડે છે. ભૂકંપ કે કોરોનાની મહામારી જેવી આપત્તિ વખતે આ પાયો કેટલો કાચો છે તેનો સાચો ખ્યાલ આવે છે. હાલમાં ચાલી રહેલી મહામારીના પગલે કચ્છમાં રહેલા પરપ્રાંતીય મજૂરો વતન જવા માટે ઉચાળા ભરવાની રાહ જોઈ રહ્યા છે. જો અત્યારે આ મજૂરો વતન જાય તો દિવાળી પહેલાં પાછા આવે તેવી શક્યતા ધૂંધળી છે. તેના કારણે ખેતીમાં ઉનાળુ ઉત્પાદન કાઢવા કે ચોમાસું વાવેતર માટે ખેડૂતોને મુશ્કેલી પડશે. તેવી જ રીતે લૉકડાઉન ખૂલવાના પગલે શરૂ થવા જઈ રહેલા અનેક ઉદ્યોગો શરૂ કરવામાં પણ ભારે મુશ્કેલી અનુભવવી પડે તેવાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે.

સરકારે વતન જવા ઇચ્છતા લોકો માટે સગવડ ઊભી કરવાની વાત કરી કે કચ્છના મજૂરો પણ વતન જવા અધીરા બન્યા છે. લૉકડાઉન ૧.૦ વખતે જ્યારે વધુ કડકાઈ ન હતી ત્યારે અનેક લોકો ખાનગી વાહનો દ્વારા કચ્છ છોડીને ચાલ્યા ગયા હતા. હજુ પણ વતન જવા ઇચ્છતા લોકો તો ચાલીને પણ નિકળે છે, પરંતુ તેમને સમજાવીને પરત લઈ અવાયા છે. પરપ્રાંતીય શ્રમિકોને ઉત્તર પ્રદેશ લઈ જવા માટેની એક ટ્રેન તો રવાના થઈ પણ ચૂકી છે. બીજા હજારો શ્રમિકો બીજી ટ્રેનની રાહમાં છે.

ઉદ્યોગોની વાત કરીએ તો, કચ્છમાં ૩૦૦ જેટલા મોટા અને મધ્યમ અને ૩૦૦૦થી ૪૦૦૦ જેટલા નાના ઉદ્યોગો છે. જેમાં ૧.૧૦ લાખ લોકોને સીધી રોજગારી મળે છે જ્યારે ૩ લાખ લોકોને આડકતરી રોજગારી મળે છે. જેમાં પરપ્રાંતમાંથી આવેલા લોકોની સંખ્યા ઘણી મોટી છે. મુન્દ્રા અને દક્ષિણ કચ્છમાં ૮૦ હજાર જેટલા પરપ્રાંતીયો અને સામખિયાળીથી કંડલા, ગાંધીધામ વચ્ચેના પૂર્વ કચ્છમાં એકથી સવાલાખ જેટલા બહારના રાજ્યના લોકો રોજગારી મેળવે છે. જ્યારે ખેતીમાં ૬૦ હજારથી એક લાખ જેટલા લોકો જિલ્લા બહારના લોકો કામ કરી રહ્યા છે.

કચ્છમાં મોટા ભાગનાં તમામ રાજ્યોમાંથી શ્રમિકો આવ્યા છે. ઉદ્યોગોમાં ખાસ તો ઝારખંડ, બિહાર, ઓડિસા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યોના શ્રમિકો વધુ સંખ્યામાં છે. તો ખેતી માટે મધ્યપ્રદેશ, દાહોદ, ગોધરા, શામળાજી કે વડોદરા આસપાસના વિસ્તારના આદિવાસીઓ મોટી સંખ્યામાં કામ કરે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020