ડર કે આગે જીત હૈ

ABHIYAAN|May 23, 2020

ડર કે આગે જીત હૈ
ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, હાલ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે નિયંત્રણ થતાં લાંબો સમય લાગશે, જેથી કોરોના વાઇરસ વચ્ચે જીવન પસાર કરવું પડે તેવા સંજોગો છે. લૉકડાઉન તો ખૂલી જશે, પરંતુ તેનાથી કોરોના નાબૂદ થશે તેવી માન્યતા રાખવી મૂર્ખતા છે. કોરોનાની સામે સલામતીનાં પગલાં માટે સતત સાવચેતી રાખવી પડશે.

કોરોનાની મહામારી સામે જાગૃતિ ફેલાવવા માટે ટીવી પર આરોગ્ય સેતુ ઍપને લગતી જાહેરાત બતાવવામાં આવી રહી છે. આ જાહેરાતમાં અભિનેતા અજય દેવગણ અને તેના પ્રતિબિંબ વચ્ચેનો વાર્તાલાપ છે. અજયને તે કહે છે કે હું હંમેશાં તારી સાથે રહીશ તને કોરોના સામે રક્ષણ આપીશ અને તેનાથી બચવા વિશેની યોગ્ય માહિતી પણ આપીશ, હું તારો બૉડીગાર્ડ છું. ઍડના અંતમાં કહે છે, મારું નામ સેતુ છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક સમય તમારી સાથે રહેશે. અંતમાં સેતુ ઍપ પર તમે કોઈ પણ સમયે કોરોના વિશેની માહિતી મેળવી શકો છો અને તે પ્રમાણે રહેવાથી તમે વાઇરસથી બચી શકો છો, પરંતુ સવાલ એ છે કે આરોગ્ય સેતુ ઍપનો ઉપયોગ કેટલા લોકો કરશે! આપણે એમ માની લઈએ છીએ કે મને વળી આ વાઇરસ ક્યાંથી ઝપેટમાં લેશે. હકીકતમાં આવું માનનારા અનેક લોકો છે જે આજે વાઇરસની ઝપેટમાં છે અને કોરોનાના કારણે મરણ પામ્યા હોય તેવા લોકોનું લિસ્ટ પણ ઘણુ લાંબું છે. રોજબરોજ ન્યૂઝમાં આ સમાચારો જોઈને વાંચીને પણ તેને સમજવાની જગ્યાએ લૉકડાઉન ક્યારે ખૂલશે તેની રાહ જોવામાં આવી રહી છે. લોકોને લાગી રહ્યું છે કે લૉકડાઉન ખૂલશે એટલે કોરોનાથી પણ છુટકારો મળશે, પરંતુ આ માન્યતા ખોટી છે.

કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધું છે. મોટા ભાગના દેશો લૉકડાઉનની સ્થિતિમાં છે, ભારત પણ તેમાંનું એક છે. લૉકડાઉનનો સમયગાળો વધવાની પૂરેપૂરી સંભાવના છે. લૉકડાઉન-૪ નવા નિયમો સાથે અમલી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. અર્થતંત્રને પાટા પર લાવવા માટે લૉકડાઉનને ખોલવું પણ અતિ જરૂરી છે, પરંતુ એક વાત તો સમજી લેવી જોઈએ કે હાલના તબક્કે કોરોના મહામારી વચ્ચે જ જીવવાની ટેવ પાડવી પડશે. એટલે કે કોરોનાની સામે લડત આપવી પડશે અને જીતવું પડશે. લૉકડાઉનની પરિસ્થિતિમાંથી તો ગમે ત્યારે મુક્તિ મળી જશે, પરંતુ કોરોના બીમારીથી તત્કાલ છુટકારો મળે તેવી આશા રાખવી નિરર્થક છે, માટે પ્રજાએ જાગૃતિ દાખવીને તેની સામે હકારાત્મક વલણ સાથે લડવાનું છે અને તેને મા'ત આપવાની છે. કોરોના માટે સરકારની ગાઇડલાઇન અને ડૉક્ટરોની સલાહ પ્રમાણે જીવનશૈલી અપનાવવી અતિ આવશ્યક છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020