ઘઉં સ્વાથ્ય માટે સારા કે નુકસાનકર્તા?

ABHIYAAN|May 23, 2020

ઘઉં સ્વાથ્ય માટે સારા કે નુકસાનકર્તા?
છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકી હૃદયરોગ નિષ્ણાત ડૉ. વિલિયમ ડેવિસનું પુસ્તક હીટ બેલી ભારે ચર્ચામાં છે. આ પુસ્તકમાં ઘઉને લગતી માહિતી આપવામાં આવી છે, જેમાં ઘઉં સ્વાથ્ય માટે હાનિકારક છે અને તેથી તે ન ખાવા જોઈએ તે સંદર્ભની વાતો કરવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયું છે કે ઘઉં અને ઘઉંની બનાવટો આરોગવાથી મેદસ્વિતા, મધુપ્રમેહ અને દયને લગતી બીમારીઓ થાય છે. ડૉ. ડેવિસે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ઘઉં અને તેની બનાવટો ન ખાવી જોઈએ. ઘઉં સ્વાથ્યને નુકસાન કરે છે. હવે આ પુસ્તકને કારણે લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે કે ઘઉં ખાવા જોઈએ કે નહીં. હવે જ્યારે ઘઉં ભરવાની સિઝન આવી છે ત્યારે આ પ્રકારની વાતો લોકોને મૂંઝવણમાં મૂકનારી સાબિત થાય તે સ્વાભાવિક છે. આ પુસ્તકમાં કેટલું તથ્ય છે, સાચું છે કે ખોટું છે આવો જાણીએ,

ડૉ. વિલિયમ ડેવિસના પુસ્તક હીટ બેલીનો સહારો લઈને લોકો ઘઉને લગતી પોસ્ટ શેઅર કરી રહ્યા છે. નક્કર હકીકત જાણ્યા વિના આ પ્રકારની પોસ્ટ વાઇરલ થવાને કારણે લોકો હવે અકળામણ અનુભવી રહ્યા છે કે આખરે સત્ય શું છે - ઘઉં ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ. ડૉ. ડેવિસે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે જે લોકો ઘઉં અને ઘઉંની બનાવટ આરોગે છે તેમનું શરીર કમજોર થઈ જાય છે. ઘઉંને કારણે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને મેદસ્વીપણા જેવી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. હીટ બેલી એટલે કે ફૂલેલું પેટ (આપણે જેને તોદ નીકળી છે એમ કહીએ છીએ) પુસ્તકને ન્યૂયૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલિંગ બુક્સની યાદીમાં મૂકી છે. પુસ્તકમાં જણાવાયું છે કે ઘઉંની બનાવટ ખાવાને કારણે રક્તમાં શર્કરાનું પ્રમાણ ઝડપથી વધે છે. ડૉ. ડેવિસના મતે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે તેથી ઘઉંની બનાવટ જેવી કે રોટલી, બ્રેડ કે અન્ય વસ્તુઓ થોડા પ્રમાણમાં પણ ખાવામાં આવે તો શરીરમાં શુગર લેવલ અચાનક જ વધી જાય છે. ડૉક્ટરનું કહેવું છે કે જ્યારે તેમના દર્દીઓએ ઘઉંની બનાવટ આરોગવાનું બંધ કર્યું તો એ બધાના વજન સપ્રમાણ રાખવામાં મદદ મળી ગઈ. ટૂંકમાં, ઘઉં ખાવાનું બંધ કર્યું તો વધારે વજન ધરાવતા લોકોનું વજન ઘટ્યું અને નિયંત્રણમાં રહેવા લાગ્યું. ખાસ કરીને પેટ પર જમા થયેલી ચરબી ઘટવા લાગી.

વ્હીટ બેલી પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘઉંમાં ગ્લીએડિન નામનું પ્રોટીન હોય છે, તે ભૂખ વધારવાનું કામ કરે છે. ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાનાર વ્યક્તિ એક દિવસમાં વધારાની ચારસો કેલરી ગ્રહણ કરે છે. એટલે કે જેટલી કેલરીની જરૂર હોય તેના કરતાં ચારસો કેલરી વધુ લે છે. વધારે પડતી કેલરીવાળું ભોજન આરોગવાને કારણે પણ શારીરિક સમસ્યાઓ સર્જાય છે. કેટલાક લોકો એવી ભ્રમણામાં રાચે છે કે ઘઉંમાંથી બ્યુટેન નામનું તત્ત્વ કાઢી નાંખવામાં આવે પછી ઘઉં ખાઈ શકાય છે. તે શરીરને કોઈ નુકસાન નથી કરતાં. જો કે ડૉ. ડેવિસનું કહેવું છે કે બ્યુટેન કાઢી નાંખો તો પણ ઘઉંમાં ગ્લીએડિન અને એમાઇલોપેપ્ટિન નામનાં તત્વો રહેલાં જ હોય છે, જે શરીરને નુકસાન કરે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020