'સાહબ, ચિટિંગ હુઈ હૈ..!'

ABHIYAAN|May 23, 2020

'સાહબ, ચિટિંગ હુઈ હૈ..!'
કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉને એક પત્રકાર તરીકે મને માનવજીવનનાં એવાં અનેક પાસાંઓનો ભેટો કરાવ્યો જેની અગાઉ કદી કલ્પના પણ નહોતી કરી. આવી જ એક કરુણ ઘટનાના ત્રીજા તબક્કાના લોકડાઉનમાં સાવ અજાણતા જ સાક્ષી બનવાનું થયું તેની આ વાત છે.

ચોક્કસ યાદ નથી, પણ બપોરના દોઢેક વાગ્યા હશે. હું આગલા દિવસે અધૂરી રહેલી સ્ટોરી પુરી કરીને ઑફિસેથી રિપોર્ટિંગમાં જવા નીકળ્યો હતો. મારે નવા વાડજ એક સેવાભાવી મિત્ર દ્વારા ચલાવવામાં આવતા કિટ વિતરણના કાર્ય અંગે જાણવું હતું. ખાસ તો સંપૂર્ણ લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે તે કેવી રીતે કામ પાર પાડે છે તે સમજવું હતું. જોકે અસલ કારણ એવું હતું કે તેમણે મને ત્રણ ગરીબ પરિવારો સુધી જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા મદદ કરવા બોલાવ્યો હતો. તેમની પાસે ખાવા માટે કહ્યું હતું નહીં. બાળકો ચોવીસ કલાકથી ભૂખ્યાં હતાં. લૉકડાઉન તેમની મૂડી ખાઈ ગયું હતું અને સ્વમાની એમને કોઈની સામે હાથ લંબાવવામાં શરમ આવતી હતી. પ્રથમ લૉકડાઉન દરમિયાન ભોજન પહોંચાડતી એનજીઓની કામગીરી અટકી ગઈ હતી અને હવે તેઓ સૌ ભગવાન ભરોસે હતા. જો બહાર નીકળે તો પોલીસના ડંડા પડે અને ઘરમાં ભરાઈ રહે તો બાળકોની ભૂખી હોજરીઓની લાચારી સહન ન થાય. એટલે નાછૂટકે તેમણે આ સેવાભાવી મિત્રને પોતાને ત્યાં કિટ પહોંચાડવા વિનંતી કરી હતી. મિત્રની મજબૂરી એ હતી કે સંપૂર્ણ લૉકડાઉનને કારણે તેઓ આ પરિવારો સુધી પહોંચી શકે તેમ નહોતા. એટલે તેમણે મારો સંપર્ક કર્યો. તેમનું કહેવું હતું કે આ પ્રસંગ પૂરતા મારે પત્રકાર મટીને આ ગરીબ પરિવારો સુધી જીવનજરૂરી ચીજોની કિટ પહોંચતી કરવામાં તેમની મદદ કરવી જોઈએ. હું પણ તૈયાર હતો. એટલે જ જેવો તેમનો ફોન આવ્યો કે તરત હું ત્યાં જવા નીકળી ગયો.

તેમની ઑફિસે પહોંચ્યો ત્યાં ત્રણ કિટ સાથે તેઓ મારી રાહ જોતા ઊભા હતા. એક સેકન્ડ પણ બગાડ્યા વિના હું તેમણે આપેલા સરનામે રવાના થઈ ગયો. એ પહેલાં ત્રણેય પરિવારના મોભીઓને ફોન કરીને મારા આગમનની જાણ કરી. એ વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે બે પરિવાર રાણીપ ગામમાં, જ્યારે એક કાળી ગામ રહેતો હતો. ત્રણેય પરિવારો એકબીજાથી ખાસ્સા દૂર રહેતા હોઈ કિટ પહોંચાડી ત્યાં સુધીમાં બે કલાક જેટલો સમય વીતી ગયો. ગરમીમાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું, પરંતુ કશુંક સારું કામ કર્યાનો આનંદ પણ થતો હતો. ખાસ તો આ પરિવારોના દરવાજા આગળ અનાજની કિટ મૂકતી વખતે જે હરખ તેમનાં ભૂખ્યાં બાળકોની આંખોમાં જોયો હતો તેનું વર્ણન થઈ શકે તેમ નહોતું. મારા હાથમાં રહેલી જીવનજરૂરી ચીજવસ્તુઓની કિટ જોઈને બાળકો ખુશીથી નાચી ઊઠ્યા હતા. જાણે અન્નદેવતા સ્વયં તેમની ભૂખ ભાંગવા માનવ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા હોય તેવા અહોભાવથી સૌ કોઈ મને જોઈ રહેલાં. આ આખો અનુભવ અલગ સ્ટોરીનો વિષય છે એટલે હાલ પૂરતાં તેને બાજુમાં રાખીને મૂળ વાત પર આવીએ.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020