બાળકોના કંટાળાનો ઉત્તર મધર્સનો પરફેક્ટ શિડ્યુલ

ABHIYAAN|May 23, 2020

બાળકોના કંટાળાનો ઉત્તર મધર્સનો પરફેક્ટ શિડ્યુલ
કોરોનો મહામારી સામે લડવા માટે હાલના સમયમાં લોકડાઉન જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. જોકે, આ સમયગાળો મોટાભાગની વ્યક્તિઓ માટે હવે અસહ્ય બની રહ્યો છે અને તેમાંય ખાસ કરીને બાળકો માટે લોકડાઉન જાણે પરીક્ષામાન સાબિત થઇ રહ્યો છે. બાળકોના કંટાળાને દૂર કરવા, તેમને માનસિક પરેશાની કે હતાશામાં ગરકાવ થતાં રોકવા માટે હાલના સમયમાં દરેક માતા-પિતા સતત પ્રયત્નો કરી રહી છે, જેથી બાળકોનું શિડ્યુલ એવું સેટ થાય કે બાળક કંટાળે પણ નહીં અને હસતા હસતા આ સમય પસાર કરી નાંખે.

'આસ્થા રોજ સવારે આઠ વાગે ઊઠી નિત્યક્રમ પૂર્ણ કરીને પ્રાર્થનાગૃહમાં જઈને નવી-નવી પ્રાર્થના ગાય છે અને એ પણ પોતાના પિયાનોની હેલ્પથી. આસ્થાના ટાઇમટેબલમાં લૉકડાઉનના કારણે એક નવા કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે છે પ્રાર્થના લખવાનો. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી આસ્થા અવસ્થીને લખવાનો શોખ હતો. નાની હતી ત્યારથી જ તેની કાલીઘેલી ભાષામાં રોજ કઈ લખ્યા કરતી, જ્યારે કોઈ તેનું લખાણ સમજી ન શકે ત્યારે તે મોમ પ્રાચીને શોધતી. કોઈ પણ રીતે લખેલી વાત પ્રાચી સમજી જતી. આસ્થા મોટી થઈ તેમ તેમ તેનો વાંચવાનો અને લખવાનો શોખ વધતો ગયો. શાળામાં પણ તે નાની મોટી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું ક્યારેય ચૂકતી નહીં. હવે તો તે ઘણી જ સારી રીતે પોતાના વિચારોને પાના પર ઉતારી શકે છે. પરિવારમાં તો બધા કહે છે કે અમારી આસ્થા તો રાઇટર બનશે. તેના ભવિષ્યની વાતમાં તો ઘણી વાર છે, પરંતુ માતા પ્રાચીએ તેની આ હોબીનો લૉકડાઉન પિરિયડમાં ઘણી જ સારી રીતે ઉપયોગ કર્યો છે. રોજ નવી પ્રાર્થના લખવાની વાત આસ્થાને સારી લાગે છે. લૉકડાઉનના શરૂના સમયમાં તે કંટાળી જતી. હોમવર્ક, ડ્રોઇંગ, ટીવી, વીડિયોગેમ રમ્યા પછી થોડું લખવા બેસતી, પણ અચાનક તેનો લખવાનો રસ પણ ઓછો થવા લાગ્યો હતો. કદાચ લૉકડાઉનની સાઇડ ઇફેક્ટ હતી, પરંતુ પ્રાચીએ આ વાતની ચર્ચા ડૉક્ટર સાથે કરી અને પરિવારને પણ સમજાવ્યા કે આસ્થાનો લખવાનો શોખ વધે તેમ કરવું પડશે. બસ, પછી ડાઇનિંગ ટેબલ પર ચર્ચા થઈ અને આસ્થાને જાણે ખુશ થવાનું અને ફરી બિઝી રહેવાનું નવું કારણ મળી ગયું. હવે તે બીજા વર્ક કર્યા પછી પ્રાર્થના લખવા માટે ઉતાવળી બને છે અને રાહ જુએ છે કે સવારે સંગીત સાથે પરિવારને સરપ્રાઇઝ આપે.' પ્રાચી દીકરીની નારાજગી, ઉદાસીનતા સમજીને તેનો યોગ્ય વિકલ્પ પણ શોધી લીધો. પ્રાચી અવસ્થીની જેમ જ આજની સ્માર્ટ મધર્સે બાળકોના મૂડને સમજી તેમનો શિડ્યુલ એ રીતે સેટ કર્યો છે કે તેમને કંટાળો ન આવે અને હું શું કરું, બહાર જવું છે, ગમતું નથી, ક્યારે પૂર્ણ થશે આ લૉકડાઉન, કોરોના પર ગુસ્સો આવે છે..? જેવા સવાલો પણ ના કરે અને વિચારો પણ.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 23, 2020