બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમ

ABHIYAAN|March 14, 2020

બારટેન્ડરઃ સ્મોલ જોબ, બિગ ઇન્કમ
વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ બારટેન્ડિંગ માટે નવો છે. એટલે કે ભારતમાં બારટેન્ડિંગની સ્થિતિ જુદી છે. વાઇન સંસ્કૃતિનો પરિચય આપણા માટે નવો કહી શકાય. માટે જ અહીંની રેસ્ટોરન્ટમાં તાલીમ મેળવેલા બારટેન્ડરોની અછત છે. દેશમાં ટ્રેઈન્ડ બારટેન્ડરો માટે જોબની અનેક તક રહેલી છે.

બારટેન્ડર માટે એમ કહેવાય છે કે સારી આવક આપતી નાની જોબ છે, જ્યારે અન્ય તમામ સેક્ટરમાં મંદીનો માહોલ હોય છે ત્યારે આ ક્ષેત્રમાં જોબની ક્યારેય અછત નથી વર્તાતી. ઉપરાંત બારટેન્ડરને શરૂઆતના સમયમાં દસ હજારની જોબ તો સહેલાઈથી મળી રહે છે, જ્યારે એક વર્ષના અનુભવ પછી બારટેન્ડર સહેલાઈથી માસિક ૨૫ હજાર રૂપિયાની સેલરી મેળવી શકે છે.

બારટેન્ડરનું કાર્ય

બારટેન્ડરનું કામ મહેમાનો માટે ડ્રિક્સ તૈયાર કરી તેને સર્વ કરવાનું હોય છે. સામાન્ય રીતે કોઈ પણ બારટેન્ડર આલ્કોહોલિક અને નોન આલ્કોહોલિક ડ્રિક્સ સહેલાઈથી બનાવી શકે છે. ઉપરાંત ડ્રિક્સને સારી રીતે સર્વ કરવાની આવડત પણ તેમનામાં રહેલી છે. માટે જ બારટેન્ડરોના હાથે બનેલા ડ્રિન્કની મજા લેવાનું જ લોકો યોગ્ય સમજે છે.

વર્કપ્લેસ

બારટેન્ડરોને અનેક જગ્યાએ જોબ મળી રહે છે. જેમાં રેસ્ટોરન્ટ, બાર, નાઇટ ક્લબ્સ, પબ્સ, લાઉન્જ અને પ્રાઇવેટ પાર્ટીઓમાં તેમની ડિમાન્ડ રહે છે. આ દરેક વર્કપ્લેસ પર તે ડ્રિક્સ બનાવીને પીરસવાનું કામ કરે છે. બારટેન્ડરને મિક્સોલોજિસ્ટ પણ કહેવામાં આવે છે. હકીકતમાં તે ફ્લેયરિંગનું કામ પણ કરે છે. ફ્લેયરિંગ એટલે બોટલોને ફેરવવી. ફ્લેયરિંગનું કામ કરતા બારટેન્ડરો પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. જેના કારણે લોકો તેમના પ્રત્યે આકર્ષિત થાય છે. જોકે કોઈ પણ બારટેન્ડર ફ્લેયરિંગ સહેલાઈથી નથી શીખી શકતા, તેના માટે ટ્રેનિંગ અને અનુભવની જરૂર હોય છે.

મહત્વની વાત

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 14, 2020