અંબુવા કી ડાલી પે બોલે કોયલિયા...

ABHIYAAN|March 14, 2020

અંબુવા કી ડાલી પે બોલે કોયલિયા...
જેને કેળવાવું જ નથી કે કૂણા પડવું જ નથી ને માત્ર જડ જ રહેવું છે તેઓ પાનખરના નકલી વારસાના અસલી દાવેદારો છે

વગડાની વસંત બહુ વરણાગી હોય છે. જે ખેતરોની વચ્ચે ઊંડી ઊતરેલી કેડી જતી હોય એ તો વસંતે બેય બાજુથી એવી ઝૂકેલી હોય કે ગાડું હાંકનારાના બાવડે ઘસરકો કરતી જાય. લીલી કૂંપળ વગડામાં ડાળીએ ડોકિયા કરે છે. વસંત ઋતુ વનચેતનાનું નવીનીકરણ છે. વનશ્રીમાં આ સગવડ છે. દેહાન્તર વિના નવાં પાંદડાંઓ વૃક્ષવેલને મળે છે. હવામાં ફાગણની તાજગી આવવા લાગી છે. આમ્રકુંજોમાં મૉર બેઠો છે. આંબાના મોરની મહેક કોયલને મત્ત બનાવે છે. જે બોલે છે એ નર કોકિલ છે. લોકમાન્યતા એ છે કે કોયલિયા બોલે છે. કોકિલસ્વરથી વસંતનું મધ્યાહૂન કોમળ બની જાય છે. આમ્રકુંજોમાં આ મોસમમાં વિહાર કરો તો તમારા પર પંચમસ્વરનો અભિષેક થાય છે. વસંત કોયલના કંઠે બેસીને તમને ઉન્માદક સાદ કરે છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 14, 2020