સાગર શાળાઓ પ્રત્યે સરકાર ઉદાસીન કેમ?

ABHIYAAN|February 22, 2020

સાગર શાળાઓ પ્રત્યે સરકાર ઉદાસીન કેમ?
ભૂકંપ પછી કચ્છમાં શરૂ થયેલા ઉદ્યોગોના કારણે દેશભરમાંથી શ્રમિકો અહીં આવ્યા છે. તેમનાં બાળકો માટે પણ આ સંસ્થા દ્વારા શાળાઓ શરૂ કરી છે.

કચ્છમાં માછીમાર, અગરિયા લોકોનાં બાળકો શિક્ષણથી વંચિત રહેતાં હતાં, પરંતુ ભૂકંપ પછી યુસુફ મહેરઅલી સેન્ટર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નાની નાની શાળાઓ શરૂ કરીને બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કરાયું. આજે અંતરિયાળ વિસ્તારોમાં આવેલી, કોઈ પણ સુવિધા વગરની તંબુ શાળાઓમાં ભણેલાં અનેક બાળકો બીજા બાળકોને તાલીમ આપે છે, કંપનીઓમાં કામ કરે છે, એન્જિનિયરિંગનું ભણે છે અને અમુક તો ડબલ ગ્રેજ્યુએટ પણ થઈ ગયા છે.

કોઈ જ જાતની સરકારી સહાય વગર ચાલતી આ શાળાઓ પ્રત્યે સરકાર કૂણો અભિગમદાખવે તે જરૂરી છે. શાળાઓનાં મકાન બનાવી આપે, મધ્યાહ્ન ભોજન યોજનાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપે, પરીક્ષાવખતે પૂરતા પેપર આપે તો કાદવમાં પડેલા કમળસમા આ બાળકો પણ ખીલી ઊઠે.

વિશાળ દરિયાકિનારો ધરાવતા કચ્છના ખેતી અને પશુપાલન ઉપરાંત બે મહત્ત્વના વ્યવસાય છે –માછીમારી અને મીઠું પકવવું. આ વ્યવસાયમાં શ્રમ કરતા લોકો અનેક અસુવિધાઓ વચ્ચે જીવે છે. આ લોકોનાં બાળકો માટે શિક્ષણની કોઈ સુવિધા ૨૧મી સદીની શરૂઆત સુધી ન હતી. આજે બહુ અગવડતા સાથે પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ બન્યું છે. સરકાર દ્વારા સમયાંતરે અગરિયાના કે માછીમારોનાં બાળકો માટે શાળાઓ શરૂ કરવાની કે બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ જાહેરાતો હકીકતમાં પલટાતી નથી. અહીં અત્યારે જે શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ બની છે તે સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી, પરંતુ શાળાના નામે હોય છે તંબુ, અન્ય કોઈ સુવિધાઓ પણ હોતી નથી. સરકાર આ બાળકો માટે નવી શાળાઓ શરૂ ન કરે તો ચાલે, પરંતુ જે શાળાઓ ચાલી રહી છે તેને પણ પૂરતી સુવિધા આપે તે જરૂરી છે. તંબુ શાળામાં ભણેલાં અનેક બાળકો આજે આગળ વધ્યા છે. ખાનગી નોકરીઓ કરે છે, પરંતુ તેમની લાયકાત મુજબની સરકારી નોકરી મળતી નથી. જો સરકાર તેમને નોકરી આપે અથવા ખાનગી ઉદ્યોગોને આવા બાળકોને નોકરી આપવાનો નિયમ દાખલ કરે તો વધુ બાળકો ભણવા તરફ આકર્ષાઈ શકે તેમ છે.

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 22, 2020