ચોમાસામાં લીલા પાંદડાવળી શાકભાજી ખાતા પહેલા રાખો ધ્યાન
Life Care|July 10, 2020
ચોમાસામાં લીલા પાંદડાવળી શાકભાજી ખાતા પહેલા રાખો ધ્યાન
જો કે ગૃહિણીઓને આ વાતની ખબર જ હોય કે ચોમાસામાં વરસાદને કારણે લીલાં પાંદડાવાળી શાકભાજી ખૂબ ઓછી મળે છે. અને જે મળે એ સારી ગુણવત્તાની હોતી નથી. તેમજ તે જમીનથી થોડા અંતરે ઊગેલી હોવાથી તેમાં માટી, કીડા અને કીટાણુ વધુ માત્રામાં હોય છે. આથી જ પાલક, ફુદીનો, કોથમીર, તાંદળજો, મેથી વગેરે આ સીઝનમાં ન ખાવા સારા.

ચોમાસામાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદ પર ન જઈને સેહત વિશે વિચારવું અત્યંત જરૂરી છે, નહીંતર ઘરમાંથી કોઈને પણ અઠવાડિયાનો ખાટલો જરૂર આવી શકે. જો કે આખા ઘરની જવાબદારી ગૃહિણી પાસે હોય છે, અને તમામ લોકોને ખાવામાં શું આપવું કે ન આપવું તેની કાળજી રાખતી જ હોય છે. ચોમાસાની સિઝનમાં બજારમાં મળતી શાકભાજી અને ફળ ફળાદી વસ્તુઓમાં માટી રહેવાની જ છે. આથી જ બજારથી શાકભાજી ખરીદીને આવો એટલે તુરંત જ તેનો ઉપયોગ કરવાનું ટાળો, પહેલા તેને સારી રીતે અને સારા પાણીએ વ્યવસ્થિત ધોવી જરૂરી છે, જેથી બધી જ માટી નીકળી જાય. ઘણી વાર એવું પણ બનતું હોય કે પાણીથી ધોયા બાદ પણ માટી અને કીટાણુઓ સંપૂર્ણપણે દુર થતા નથી. જો કે શાકભાજીને રાંધતી વખતે પકવવાની જ હોય એટલે એમાં કદાચ એટલો પ્રૉબ્લેમ થતો નથી. રાંધતી વખતે વધેલા કીટાણુઓ મરી જાય છે, પરંતુ ફળોની વાત કરીએ તો ફળોને પકવવાનાં હોતાં નથી. એટલે એમને વ્યવસ્થિત કીટાણુ મુક્ત કરવાં જ જોઈએ. એકવીસમી સદીની વાત કરીએ તો હાલ બજારમાં ક્રૂટ્સ ઓઝોનાઇઝર મશીન ઉપલબ્ધ છે, જેમાં ફ્રૂટ્સ અને શાકભાજીને નાખીને સાફ કરવામાં આવે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

July 10, 2020

MORE STORIES FROM LIFE CAREView All