ખિસ્સું ખાલી કરી દેશે પાન
Saras Salil - Gujarati|February 2020
ખિસ્સું ખાલી કરી દેશે પાન
જરા વિચારો, એક પાનની કિંમત કેટલી હોઈ શકે છે? ૫ રૂપિયા, ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા, ૫૦ રૂપિયા અથવા વધુમાં વધુ ૧૦૦ રૂપિયા?

ના... ના... તમે ખોટું વિચારી રહ્યા છો. દેશની સાંસ્કૃતિક રાજધાની કહેવાતા કોલકાતા શહેરમાં પાનની એક એવી દુકાન છે, ત્યાં એક પાનની કિંમત ૧,૦૦૧ રૂપિયાથી લઈને ૫,૦૦૧ રૂપિયા સુધી છે. વિચાર કરતા થઈ ગયા ને. પણ આ હકીકત છે.

કોલેજ સ્ટ્રીટ પાસે બંકિમ ચેટર્જી સ્ટ્રીટ પર લગભગ ૮૩ વર્ષ જૂની કલ્પતરુ ભંડાર નામની એક દુકાન છે. અહીં ૫ રૂપિયાથી લઈને ૫,૦૦૧ રૂપિયા સુધીની કિંમતના પાન વેચાય છે. આ દુકાન પ્રખ્યાત થવાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે દુકાનની આસપાસ એક કિલોમીટર દૂરથી પૂછતા કોઈ પણ વ્યક્તિ ગ્રાહકોને આ દુકાન સુધી પહોંચવાનો રસ્તો બતાવી દે છે.

જોકે પાનની ચર્ચા થતા સામાન્ય લોકોને બનારસની યાદ આવે છે અને હિન્દી ફિલ્મ “ડોન' નું ગીત “ખઈકે પાન બનારસ વાલા...” હોઠ પર આવી જાય છે, પરંતુ પાનના શોખીનોને વર્ષ ૧૯૩૫ માં શરૂ થયેલી કલ્પતરુ ભંડાર દુકાન યાદ આવે છે, અહીં કમ સે કમ ૫ રૂપિયાથી લઈને ૫,૦૦૧ રૂપિયાનું પાન વેચાય છે.

આ દુકાનમાં કલ્પતરુ સ્પેશિયલ પાન (સોના વરખ) ૫,૦૦૧ રૂપિયા, કલ્પતરુ સ્પેશિયલ પાન (ચાંદી વરખ) ૧,૦૦૧ રૂપિયા, બાદશાહી પાન ૫૦૧ રૂપિયા, બનારસ રુચિ પાન ૧૦૧ રૂપિયા, મન મતવારા પાન ૫૧ રૂપિયા, દિલખુશ પાન ૨૧ રૂપિયા, મુખ વિલાસ પાન ૧૧ રૂપિયા અને મુખરંજન પાન ૫ રૂપિયામાં મળે છે.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

February 2020