સમાજ સુધારણાના વિચાર સાથે સંસ્કૃતિના રખોપાનો જ્યાં થયો જન્મ
Chitralekha Gujarati|February 19, 2024
માત્ર પંદર હજારની વસતિ ધરાવતું ટંકારા સહકારી ક્ષેત્ર અને ઔદ્યોગિક વિસ્તાર માટે તો જાણીતું છે જ, આ નગર વિશ્વભરમાં વધુ તો ઓળખાય છે મહર્ષિ દયાનંદની જન્મભૂમિ તરીકે. આર્ય સમાજની સ્થાપના થકી વૈદિક સંસ્કૃતિના પ્રચારનું અને સામાજિક સુધારણાનું માતબર કાર્ય કરનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મનો દ્વિશતાબ્દી મહોત્સવ આ સપ્તાહે ઊજવાઈ રહ્યો છે ત્યારે જાણીએ ટંકારામાં કેવો છે માહોલ.
દેવેન્દ્ર જાની (ટંકારા)
સમાજ સુધારણાના વિચાર સાથે સંસ્કૃતિના રખોપાનો જ્યાં થયો જન્મ

રાજકોટથી મોરબી તરફના રસ્તે આશરે ૪૦ કિલોમીટર દૂર ટંકારા ગામ પાસેથી પસાર થતાં જ એક મોટું પ્રવેશદ્વાર દેખાય છે. જેના પર લખ્યું છેઃ મહર્ષિ દયાનંદ દ્વાર. અંદર પ્રવેશીને ગામમાં થોડે આગળ જઈએ એટલે સાંકડી બજારમાં એક મોટો ડેલો જોઈ શકાય છે, જે સામાન્ય ઘર જેવો જ છે.બજારમાંથી નીકળતા લોકોની નજર ભાગ્યે જ આ સામાન્ય જણાતા ડેલા પર જાય, પણ એ છે મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મગૃહ. અહીં જ બે સદી પહેલાં મહર્ષિ દયાનંદનો જન્મ થયો હતો. ડેલો ખોલીને અમે અંદર ગયા તો દીવાલોને રંગરોગાન કરવામાં આવી રહ્યું હતું અને જન્મકક્ષના હૉલમાં કારીગરો વૂડનવર્ક કરતાં નજરે પડ્યા.

આ તૈયારી મહર્ષિની દ્વિશતાબ્દીની ઉજવણી માટેની છે. ટંકારાની મુખ્ય બજારમાં જ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુની તસવીરો સાથે મહોત્સવનાં બૅનરો લાગ્યાં છે. બજાર નજીક આવેલા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના વિશાળ પરિસર અને ગુરુકુળમાં દેશ-વિદેશથી સેંકડોની સંખ્યામાં ઠલવાયેલા આર્ય સમાજીઓની અવરજવર જોઈ શકાય છે. ખાસ તો હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશથી વધુ સાધકો આવી રહ્યા છે. નેપાળ-મોરિશિયસ સહિત ૩૧ દેશોમાંથી લોકો ત્રણ દિવસ સુધી ટંકારાના આંગણે યોજાતા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.

ઈતિહાસનાં પાનાં ઊથલાવીએ તો વર્ષ ૧૮૨૪ની ૧૪ ફેબ્રુઆરીએ ટંકારાના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં મહર્ષિનો જન્મ. મૂળ નામ મૂળશંકર. પિતા કરશનજી ત્રિવેદી અને માતા યશોદાબાઈ. આ બ્રહ્મપરિવાર ચુસ્ત ધાર્મિક પરંપરામાં માને, પણ નાનપણથી જ બાળક મૂળશંકરના વિચાર સહેજ જુદા હતા. એક રાત્રે મૂળશંકરે ગામના મંદિરમાં શિવલિંગ પર કેટલાક ઉંદરને આંટા મારતાં જોયા અને એમની શ્રદ્ધા હચમચી ગઈ. એમના ચિત્તમાં બોધ થયોઃ પોતાનું રક્ષણ ન કરી શકે એ મૂર્તિ કે પ્રતીક શા કામનાં? બસ, આ ઘટનાથી એ સતત મનોમંથન કરતા રહ્યા અને અંતે માત્ર બાવીસ વર્ષની વયે એમણે સત્યની શોધમાં ટંકારા છોડ્યું. યુવા ઉંમરે શિવાલયમાં જે બોધ થયો ત્યારથી એ એવું માનવા લાગ્યા કે સચ્ચિદાનંદ સ્વરૂપ કોઈ અન્ય જ છે. મૂર્તિ ઈશ્વરપ્રાપ્તિ નું સાધન ન હોઈ શકે. આર્ય સમાજની સ્થાપના પણ આ જ વિચારધારા પર કરવામાં આવી છે. આર્ય સમાજનાં કોઈ પણ કેન્દ્રોમાં મૂર્તિ હોતી નથી.

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 mins  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 mins  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 mins  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 mins  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 mins  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 mins  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024