એક માનામાં એને જબાન નહોતી...આજે એ લોકોને બોલતા ડરે છે!
Chitralekha Gujarati|January 08, 2024
સૌરાષ્ટ્રના ગામડાની એક અતિ ગભરુ યુવતી. કોઈની સામે એની જીભ ન ઊપડે. વર્ષો સુધી ક્યાંય એકલી ગઈ સુદ્ધાં નહોતી. લગ્ન પછી પરિવારથી સેંકડો માઈલ દૂર જવું પડ્યું એ પછી ‘કોઈ પણ સંજોગમાં જીવતાં શીખવું પડશે’ એ હકીકતે એને જાણે બોલતી કરી... અને આજે ૩૦ વર્ષે એક ખ્યાતનામ ઈન્ટરનૅશનલ ટ્રાન્સફોર્મેશનલ કોચ તરીકે એ દેશ-વિદેશના લોકોને શિક્ષણ કે વ્યાવસાયિક ક્ષેત્રે આગળ આવવામાં મદદ કરે છે.
નિશા બુટાણી
એક માનામાં એને જબાન નહોતી...આજે એ લોકોને બોલતા ડરે છે!

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલા શાપુર ગામના ખેડૂતપરિવારની આ છોકરી નાનપણથી જ શરમાળ. એક સમયે એને એકલી ઘરની બહાર નીકળવા પર પરિવારની કેટલીક મર્યાદા હતી. રૂઢિચુસ્ત વાતાવરણમાં ઊછરેલી આ દીકરીનાં ૨૧ વર્ષે લગ્ન થયાં અને જાણે એને પાંખ આવી. લગ્નના વીસમે દિવસે એ થાઈલૅન્ડ જઈને વસી.

જોતજોતાંમાં સમય બદલાયો. આજે એ મહિલા ઈન્ટરનૅશનલ બિઝનેસ કોચ તરીકેની ઓળખ સાથે દેશ-વિદેશમાં ઘૂમી રહી છે. ૩૭ દેશોની સફર એના પાસપોર્ટ પર બોલે છે. આજે એના નામની આગળ ઈન્ટરનૅશનલ બિઝનેસ વુમન કોચ, મોટિવેશનલ સ્પીકર, યુટ્યૂબર, વુમન આન્ત્રપ્રેન્યાર, સોશિયલ મિડિયા ઍન્કર... જેવાં અનેક વિશેષણ લાગી રહ્યાં છે અને એ મહિલા સશક્તિકરણનું એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.

નામ છે એનું નિશા બુટાણી. સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજની આ મહિલાને આજે દેશ-વિદેશના લોકો ઓળખે છે. ખાસ તો ઈન્ટરનૅશનલ બિઝનેસ કમ્યુનિટીમાં આ નામ જાણીતું છે.

એનો પરિચય મેળવવા સમયના કાંટા ૩૦ વર્ષ પાછળ લઈ જઈએ. હા, વાત છે ત્રણ દાયકા પહેલાંની. થાઈલૅન્ડની રાજધાની બેંગકોકના એક શૉપિંગ મૉલમાં સૌરાષ્ટ્રની આ દીકરી કોઈ ભારતીય સામે મળે તો ઔચિત્ય ખાતર પણ એની સાથે વાત ન કરવી પડે એટલે કોઈ આડશની પાછળ ઊભી રહી જતી. હજી નવી નવી પરણીને અહીં આવેલી એ યુવતી અગાઉ ક્યારેય જૂનાગઢથી એકલી મુંબઈ પણ ગઈ નહોતી. સ્વાભાવિક છે કે ૨૧ વર્ષની આ યુવતીને થાઈલૅન્ડ જેવા દેશમાં કોની સાથે કેવી રીતે અને કઈ ભાષામાં વાત કરવી એની ખબર નહોતી.

નિશાના પિતા ગોકળભાઈ ફળદુ અગાઉ જૂનાગઢ નજીક શાપુર ગામમાં ખેતીકામ કરતા હતા. પછી જૂનાગઢમાં કાપડની દુકાન શરૂ કરી હતી. એક મિડલ ક્લાસ પરિવારમાં ઊછરેલી આ યુવતી ક્યાંક ઘરની બહાર જાય તો પણ પરિવારની મહિલાઓ સાથે જતી હતી. સૌરાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં ત્રણ દાયકા પહેલાં આવી મર્યાદા હોવી એ સ્વાભાવિક હતું. જો કે નિશા ફળદુમાંથી નિશા બુટાણી બન્યા બાદ એના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. જે નવી સ્થિતિ નિર્માણ થઈ એમાં નિરાશ થવાને બદલે હિમ્મતથી સંઘર્ષ કર્યો તો સફળતા મળતી ગઈ.

هذه القصة مأخوذة من طبعة January 08, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 08, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
Chitralekha Gujarati

ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને

એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.

time-read
3 mins  |
June 17, 2024
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
Chitralekha Gujarati

સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...

માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.

time-read
4 mins  |
June 17, 2024
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
Chitralekha Gujarati

ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!

ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.

time-read
5 mins  |
June 17, 2024
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
Chitralekha Gujarati

શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?

અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.

time-read
3 mins  |
June 17, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.

time-read
1 min  |
June 17, 2024
વન-વેથી મન-વે સુધી
Chitralekha Gujarati

વન-વેથી મન-વે સુધી

આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે

time-read
2 mins  |
June 17, 2024
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 mins  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 mins  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 mins  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 mins  |
June 10, 2024