ભૂલથી ના ભૂલશો કે જીવનનો અર્થ સ્મરણ છે
યાદ ના રહેવા કે ના આવવાનો મર્મ મરણ છે
મેમરી શબ્દ આજે ડિજિટલ સંદર્ભમાં જાણીતો છે. યાદ શબ્દ ભૂતકાળના સંદર્ભમાં વધુ વપરાય છે. સ્મરણશક્તિ એવું બોલીએ ત્યારે સૌની ઝબકે છે કે આ મગજની સ્મૃતિની વાત લાગે છે. એલોપથી અને આયુર્વેદ પોતપોતાની રીતે બ્રેઇનની ડેટા સ્ટોર કરવાની અને રિમેમ્બર કરવાની તાકાત વિષે કહે છે. શું યાદ રહે છે અને યાદ આવે છે તેનું થોડું કે ઘણું ધ્યાન રાખતા લોકોનો પોતપોતાનો અનુભવ હોય છે. ઘણાને જાણી નવાઈ લાગશે કે કોરોના કાંડ પછી આખા વિશ્વમાંથી ફરિયાદ આવેલી કે એમને પહેલાં જેવું કે જેટલું યાદ નથી રહેતું. કોરોનાના શિકાર થયા હોય કે કોરોનાની વેક્સિન લીધી હોય ફક્ત તેવા મનુષ્યની વાત નથી. કોરોનાના સંદર્ભ વિના ઘણા એ બદલાવ અનુભવી રહ્યા છે. કોઈની સ્મૃતિ પહેલેથી બરાબર કે સામાન્ય ના હોય તો કદાચ એ ટેવાઈ જાય. કોઈની સ્મૃતિ અગાઉ કરતાં વધુ સક્ષમ બને તો તકલીફ વધે તેના કરતાં ફાયદા વધે, પરંતુ વૃ દ્ધાવસ્થા પહેલાં જ કોઈની સ્મૃતિ અગાઉની સરખામણીમાં ઓછું કામ કરે તો સમસ્યા સર્જાય.
મનુષ્ય જન્મે તે સાથે તેનું મગજ બેહિસાબ ડેટા ગ્રહણ કરવા લાગે છે. દરેક ડેટાનો ટુકડો ઇન્ફોર્મેશન કે નોલેજ નથી બનતો. દરેક માહિતી સ્ટોર કરવા લાયક નથી હોતી, તેમ છતાં મેમરીની સિસ્ટમ એવી છે કે મનુષ્ય જે કોઈ અનુભવ ગ્રહણ કરે છે તેનો સંગ્રહ થાય છે. વ્યક્તિ જાણે કે અજાણે જે કશું શીખે છે તે રજિસ્ટર થતું જ રહે છે, ભલે કામમાં આવ્યું હોય કે ના આવ્યું હોય. યાદદાસ્તને લીધે લોકોને ભૂતકાળની ઘટનાઓ કે ક્રિયાઓ યાદ હોય છે. ભૂતકાળની સ્મૃતિના આધારે મનુષ્યનું વ્યક્તિત્વ આકાર લે છે અને આગળ જતાં સંબંધ રચાય છે. આપણી સ્મરણશક્તિ ચિત્ર, અવાજ, ગંધ, સ્પર્શ, સ્વાદ, લાગણી, રંગ, પ્રકાશ, શબ્દો જેવું ઘણું બધું યાદ રાખે છે. વૈજ્ઞાનિકો કહે છે કે બ્રેઇન મેમરીમાં અમુક અંતરાલ માટે ડેટા કે ઇન્ફોર્મેશન સ્ટોર રાખે છે. એ પણ ખરું કે, મેમરી સ્ટોર થવી અને મેમરી રિકોલ થવી એ બંને ક્રિયા ઘણી રીતે અલગ પડે છે. અપલૉડ અને ડાઉનલૉડ જુદું.
هذه القصة مأخوذة من طبعة March 02, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 02, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?