ભારતમાં પ્રોજેકટ ચિત્તા, કેટલો સફળ - કેટલો નિષ્ફળ?
ABHIYAAN|January 06, 2024
દેખાવમાં રમ્યતા, ગતિમાં ભવ્યતા, આંખમાં ચપળતા અને અંગભંગિમામાં રૌદ્રતા... ચિત્તા, જાણે પ્રકૃતિની ગતિમય કવિતા
ભારતમાં પ્રોજેકટ ચિત્તા, કેટલો સફળ - કેટલો નિષ્ફળ?

ભારતમાં ચિત્તાના અસ્તિત્વના પ્રમાણ મૂળે આદિકાળથી મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં નવપાષાણયુગનાં ગુફાચિત્રો એ સ્પષ્ટ કરે છે કે ચિત્તા એક સમયે સમગ્ર દેશમાં જોવા મળતા હતા. ભાષાવિદોના મત મુજબ, સ્થાનિક નામ ‘ચિત્તા’ ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં બોલાતી હિન્દુસ્તાની ઉર્દૂનો શબ્દ છે. કદાચ આ એકમાત્ર સસ્તન પ્રાણી છે જેને સમગ્ર વિશ્વમાં એક જ નામે, ચિત્તા તરીકે ઓળખાય છે. ‘ચિત્તા’ શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક ચિત્રકાયનો અપભ્રંશ છે, જેનો અર્થ ટપકાંયુક્ત એટલે કે સ્પોટેડ એવો થાય છે.

Felidae એટલે કે બિલાડી કુળની ૩૯ અન્ય પ્રજાતિઓથી (જેમાં દીપડો, વાઘ, સિંહ વગેરેનો સમાવેશ થાય છે) ચિત્તા આકારશાસ્ત્ર, શરીરરચના તેમ જ વર્તનની દૃષ્ટિએ ઘણા અલગ છે. આ પ્રજાતિની વિશેષતા એ છે કે ચિત્તા તેના પંજા બંધ કરી શકતા નથી, તેથી તેની પકડ નબળી હોવાથી ઝાડ પર ચઢી શકતા નથી, પરંતુ તે ‘પૃથ્વી પર રહેતું સૌથી ઝડપી પ્રાણી’ છે. ૧૨૦ km પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે તેમ જ તેની મહત્તમ ઝડપ ૧૩૦ કિ.મી. પ્રતિ કલાક છે.વળી, તે માત્ર ૩ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિ.મી. સુધીની ગતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે વિશ્વની અતિ મોંઘી લેવિશ કારના પિઅપ કરતાં પણ વધુ છે. ચિત્તા તેની મહત્તમ ઝડપથી દોડતી વખતે ૭ મીટર સુધીની છલાંગ લગાવી શકે છે. હળવું, પાતળું અને ચપળ શરીર જે એરોડાઇનેમિક્સના સિદ્ધાંતોને અનુરૂપ છે.

નાનું માથું, લાંબી પૂંછડી જે દોડતી વખતે દિશા ઝડપથી બદલવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે, તો મોટા નસકોરાં જે મહત્તમ ઑક્સિજન ગ્રહણ કરવામાં સહાયક છે. પ્રમાણમાં મોટું હૃદય અને ફેફસાં જે કાર્યક્ષમ રીતે ઑક્સિજનનું પરિભ્રમણ થાય એ રીતે એકસાથે કામ કરે છે. શરીર રચનાની આ બધી વિશેષતા ચિત્તાને પૃથ્વી પરનો સૌથી ઝડપી દોડવીર બનાવે છે. બંને આંખથી લઈને મોં સુધી ‘કાજલ’ જેવી કાળી પાતળી પટ્ટી, (ટીયર લાઇન) આ પ્રાણીની ઓળખ છે જે તેને, ખાસ કરીને દીપડાથી અલગ પાડવામાં મદદ કરે છે. ચિત્તાના શરીર પર લગભગ ૨,૦૦૦ જેટલા કાબરચિતરા સ્પોટ હોય છે અને દરેકમાં એક વિશિષ્ટ પેટર્ન હોય છે, જે તેને અન્ય ચિત્તાઓથી અલગ પાડે છે.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024