બન્નીનાં ઘાસિયાં મેદાનો બનશે ચિત્તાના જન્મના સાક્ષી
ABHIYAAN|January 06, 2024
ભારતમાંથી નામશેષ થયેલા ચિત્તાને ફરી વસાવવાના પ્રયાસો ચાલુ છે. મધ્યપ્રદેશ ના કુનો નેશનલ પાર્કમાં નામિબિયા દેશના ચિત્તા અત્યારે મુક્તમને વિચરી રહ્યા છે. ત્યારે ચિત્તાની સંખ્યા વધારવાના પ્રયાસરૂપે કચ્છના બન્ની વિસ્તારનાં ઘાસિયાં મેદાનોમાં તેમનું બ્રિડિંગ સેન્ટર બનાવવાની યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. ભૂતકાળમાં ઈ.સ. ૧૮૩૮ સુધી કચ્છમાં ચિત્તા વિચરતા હતા. હવે ફરી કચ્છની ધરતી ઉપર ચિત્તા દેખાશે તેવી શક્યતા ઊભી થઈ છે.
બન્નીનાં ઘાસિયાં મેદાનો બનશે ચિત્તાના જન્મના સાક્ષી

અલગ-અલગ -અલગ પ્રકારનું પર્યાવરણ, તાપમાન ધરાવતા વિશાળ ભારત દેશમાં સજીવ સૃષ્ટિ પણ ભારે વૈવિધ્યપૂર્ણ છે. સિંહ, વાઘ જેવાં મોટાં માંસાહારી પ્રાણીઓથી માંડીને સસલા, હરણા જેવાં તૃણાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે. જોકે અત્યાર સુધી વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જોઈએ તેવું ધ્યાન અપાયું ન હતું. તેના કારણે અનેક સજીવો નામશેષ થયા છે અથવા થવાની કગાર ઉપર છે. જૈવવૈવિધ્ય જાળવી રાખવા, કુદરતની શૃંખલા જળવાઈ રહે તે માટે તેમનું અસ્તિત્વ ટકી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી બન્યા છે. વિશ્વનું સૌથી વધુ ઝડપે દોડનારું વન્ય પ્રાણી ચિત્તા એક જમાનામાં ભારતમાં રુબાબથી વિચરતું હતું, પરંતુ તે માનવીય અવિચારીપણાનો ભોગબનીને નામશેષ થઈ ગયું છે. બ્રિટિશ શાસન દરમિયાન રાજામહારાજાઓ દ્વારા થયેલા બેફામ શિકારનો તે ભોગ બન્યા હતા. આ ઉપરાંત છેલ્લા થોડા દાયકાથી ઘટતાં જંગલો, ઘટતી રહેઠાણની જગ્યા અને શિકારનાં પ્રાણીઓની સંખ્યા, વધેલી પશુપાલકોની સંખ્યા પણ ચિત્તા નામશેષ થવા માટે જવાબદાર છે.

એશિયાઈ ચિત્તા માત્ર ઈરાનમાં જ છે. તે પણ માત્ર બે અંકી વર્ષ સંખ્યામાં.  ૨૦૨૨માં ૧૨ જ હતા અને વર્ષ ૨૦૨૩માં તેની સંખ્યા ૩૦થી ૪૦ હોવાનું નોંધાયું છે. હવે ફરી વખત ભારતમાં ચિત્તાના સંવર્ધન માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.

જોકે એશિયાઈ ચિત્તાની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે તેનું પુનર્વસન ભારતમાં કરી શકાય તેમ નથી. આથી દક્ષિણ આફ્રિકાના દેશ નામિબિયાથી આફ્રિકન ચિત્તા લાવીને તેને મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ઉછેરવા, વસાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. જે ચિત્તાઓ આવ્યા છે તેમાંથી ઘણાનાં મોત થયા છે, પરંતુ તે ઘટના કુદરતી હોવાનું નિષ્ણાતો માને છે. કોઈ પણ સજીવને તેના કુદરતી આવાસથી બીજી જગ્યાએ વસવા માટે સ્થિર થવામાં ૩-૪ પેઢીનો સમય તો લાગતો જ હોય છે. કુનો અભયારણ્ય પછીના બીજા તબક્કામાં નિષ્ણાતોની દેખરખ હેઠળ બંધ આવાસમાં પ્રજનન (કેપ્ટિવ બ્રિડિંગ) કરાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જે માટે કચ્છના બન્ની પ્રદેશ ઉપર પસંદગી ઉતારાઈ છે. બન્નીનાં ઘાસિયાં મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના રાજ્ય સરકારના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપતાં હવે કચ્છમાં ચિત્તાનાં પાવન પગલાં થઈ શકશે. આ માટે ઘડીઓ ગણાઈ રહી છે. આ પ્રોજેક્ટનો ફાયદો કચ્છમાં એક મોટા ઉદ્યોગની જેમ ઊભરી રહેલા પ્રવાસનને પણ થશે.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 06, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024