માણસ બીમાર પડે અને ઘરમાં પોતાનું ધાર્યું ન કરાવે તો એ બીમારીની વેલ્યૂ પણ શું? બીમારી દરમિયાન બીમાર વ્યક્તિ થોડા દિવસો પૂરતી VIP બની જાય છે. બીમારીની પણ એક વેલ્યૂ, એક ઇમેજ, એનું પણ એક કૅરેક્ટર હોય છે એવું, બીમાર વ્યક્તિ મનોમન સમજતી હોય છે અને ઘરના સૌ નાના-મોટા સભ્યોને એવું સમજવા મજબૂર પણ કરતી હોય છે.
અમારા એક સંબંધીના દાદા જ્યારથી બીમાર પડ્યા છે ત્યારથી ઘરના સૌ સભ્યોને પોતાની સેવામાં ખડેપગે રાખે છે. થોડા દિવસ પહેલાં હું એમની ખબર પૂછવા એમના બંગલે ગયો. જાણવા મળ્યું કે એમને તો ઘણા દિવસોથી હૉસ્પિટલાઇઝ કર્યા છે. ત્યાંથી હું સીધો હૉસ્પિટલે પહોંચ્યો. દાદાને સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા’તા. જેવો હું રૂમમાં
પ્રવેશવા જતો'તો ત્યાં જ રૂમની બહાર કોરિડોરમાં મેં મારા સંબંધી મિત્રની વાઇફ (જે આ બીમાર દાદાની પુત્રવધૂ હતી) અને ડૉક્ટર વચ્ચે દાદાની બીમારી સંદર્ભે થઈ રહેલો સંવાદ સાંભળ્યો. લ્યો, તમે પણ એ સંવાદ સાંભળો!
‘ડૉક્ટર સાહેબ! દાદાને તમારી હૉસ્પિટલમાં દાખલ કર્યાં... આજે ત્રણ-ચાર મહિના થયા... પણ હજુ એ જ પૉઝિશનમાં છે... કોઈ જ ફેરફાર જણાતો નથી.’
‘કેમ, તમારે એમને મારી નાખવા છે? કોઈ જ ફેરફાર જણાતો નથી, એમ કહીને તમે કહેવા શું માંગો છો?’
‘‘પણ બીજી હૉસ્પિટલના ડૉક્ટર સાહેબ તો એમને એવું કહેતા'તા કે દાદાને એમની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હોત તો આજે તો ફેંસલોય આવી ગયો હોત...’’
“એમને એટલે કોને, દાદાને એવું કહેતા'તા?’’
“ના ‘એમને’... મારા મિસ્ટરને!’’ ‘‘શું કહેતા’તા?’’
‘ફેંસલો આવી ગયો હોત.’
‘એટલે, દાદાનો ફેંસલો લાવી દેવા માટે તમે મારી હૉસ્પિટલમાં દાદાને દાખલ કર્યા છે?’
‘પણ સાહેબ... ક્યાં સુધી રાહ જોવાની?’ ‘રાહ તો જોવી પડે બહેન, આ કંઈ રસોડું નથી કે ચૂલે ચડાવ્યું ને થઈ ગયું.’
‘એમાંય વાર લાગે છે.’
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?