રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી : ભરેલા નારિયેળ સમો જનાદેશ કોની તરફેણમાં હશે?
ABHIYAAN|December 09, 2023
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયું છે
સુધીર એસ. રાવલ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી : ભરેલા નારિયેળ સમો જનાદેશ કોની તરફેણમાં હશે?

ચૂંટણી કોઈ પણ હોય, કયો મુદ્દો ક્યારે મતદારોમાં પ્રસરી જશે અને ચૂંટણી જીતવાના લાભાલાભમાં કોણ સફળ થશે કે કોણ નિષ્ફળ જશે, તેના વિશે ભલભલા રણનીતિકારો દિમાગ લગાવતા રહેતા હોય છે, પરંતુ ચોક્કસ કશું કહી શકતા નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયું છે અને સમગ્ર રાજ્યમાં સરેરાશ ૭૦%થી વધારે મતદાન થયું છે. ઇવીએમ ખોટકાવાની કે નાની-મોટી મારપીટની ઘટનાઓ સિવાય હંમેશના ટ્રેકરેકોર્ડ મુજબ જ શાંતિપૂર્ણ મતદાન થયું છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં કદાચ સૌથી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક ચૂંટણી જો કોઈ રાજ્યમાં હોય તો તે રાજસ્થાન છે. અહીંયા મુખ્યત્વે કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ વચ્ચે ટક્કર છે. આ રાજ્યની ચૂંટણીનાં પરિણામોની અસર સમગ્ર દેશની રાજનીતિ પર પડતી હોય છે, એટલે કોઈ પણ પક્ષને અહીંયા જરા પણ કસર છોડવી પોસાય તેમ નથી.

પહેલાં કેટલાક આંકડાઓ પર નજર કરી લઈએ. રાજસ્થાન વિધાનસભા માં ૨૦૦ બેઠકો છે, તેમાંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાયું છે. કોંગ્રેસ ના એક ઉમેદવારના નિધનને કારણે એક બેઠક પર ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. રાજ્યમાં આ વખતે ચૂંટણીમાં ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે. સવા પાંચ કરોડથી વધુ મતદારો આ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરવાના છે. ૧.૮૦ કરોડ જેટલા મતદારોની સરેરાશ ઉંમર ૧૮ થી ૩૦ વર્ષની છે, જેમાં ૨૦૧૮ની ચૂંટણી પછી આજ સુધીમાં ૨૨ લાખથી વધુ નવા યુવા મતદારો ઉમેરાયા છે. વર્તમાન ચૂંટણીમાં ભાજપે ૫૯ ધારાસભ્યો, લોકસભાના ૬ અને રાજ્યસભાના ૧ સાંસદને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે ૯૭ ધારાસભ્યોને ફરી ટિકિટ આપીને સ્પષ્ટ બહુમતી મેળવવા માટેનો દાવ ખેલ્યો છે. ભારતીય જનતા પક્ષ તમામ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે ભરતપુરની એક બેઠક સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળ માટે ખાલી રાખી છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં નાના પક્ષોમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, સીપીઆઈ-એમ, ભારત આદિવાસી પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એઆઈએમઆઈએમ જેવા પક્ષો પણ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના આશરે ૪૦ જેટલા બળવાખોર ધારાસભ્યો પણ પોતાનું નસીબ અજમાવવા કે સામેવાળાને પાડી દેવા માટે ચૂંટણી લડી રહ્યા છે! ચૂંટણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ૪૧૦૦૦થી વધુ જ્યારે શહેરી વિસ્તારમાં ૧૦૦૦૦થી વધુ મતદાન મથકો તૈયાર કરાયાં હતાં.

هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024