જ્યાં કોમ્યુનિકેશન ગેપ નથી ત્યાં જનરેશન ગેપ નથી
ABHIYAAN|December 02, 2023
બાળકો સાથેનું સમીકરણ એટલું સાલસ, પારદર્શક, તટસ્થ અને સ્થિર હોવું જોઈએ કે એને કોઈ પણ બાબતે આપણો સંપર્ક કરવામાં સંકોચ નહીં થાય. અંતર જગતનું આપણે રખોપું કરીએ, એમ બાળકોને તેમનું આંતર જગત ખીલે એવી મોકળાશ આપવી જરૂરી છે
જિજ્ઞાસા સોલંકી
જ્યાં કોમ્યુનિકેશન ગેપ નથી ત્યાં જનરેશન ગેપ નથી

જનરેશન ગૅપને બે જુદી-જુદી પેઢીના વિચારો, માન્યતાઓ અને ક્રિયાઓમાં તફાવત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. જનરેશન ગૅપ દૂર કરવી હોય તો બંને પેઢી વચ્ચે સંપૂર્ણ સંતુલન શોધવાની જરૂર છે.

પ્રયાગરાજના ડૉ. પ્રકાશ ખેતાનની દીકરી નીટની પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહી હતી, પરંતુ થોડા સમય બાદ દીકરીનો આત્મવિશ્વાસ ડગી ગયો અને એણે પરીક્ષા આપવાની ના પાડી. હતાશ થઈને પિતાને કહ્યું કે મારે ડૉક્ટર નથી બનવું. એ સમયે પિતાએ દીકરીએ ગુમાવેલા આત્મવિશ્વાસનો પુનઃ સંચાર કરવાનો નિર્ધાર કર્યો. પોતાના બિઝી શિડ્યુલમાંથી રોજ પાંચ કલાક કાઢીને દીકરીને જાતે ભણાવવાનું શરૂ કર્યું. એને પ્રોત્સાહિત કરવા તેમણે પણ ૪૯ વર્ષની ઉંમરે નીટની પરીક્ષા આપી. પિતા પુત્રી બંને પાસ થયા. આજે દીકરી આત્મવિશ્વાસ સાથે એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે.

ભારતીય ગ્રાન્ડ માસ્ટર રમેશબાબુ પદ્માનંદ ચેસ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યો. વર્લ્ડના બીજા અને ત્રીજા નંબરને હરાવીને એ ફક્ત ૧૮ વર્ષની ઉંમરે આ સ્થાન પર પહોંચ્યો. ફાઇનલમાં એ હારી ગયો, પરંતુ વર્લ્ડ નંબર વન ચેસ પ્લેયરને પણ ગજબની ટક્કર આપી. એક સાધારણ ઘરનો સાવ સાધારણ બાળક આટલી નાની વયે પોતાની પ્રતિભાથી વિશ્વમાં પ્રસિદ્ધ થયો. એની પાછળ એની માતાની સાધના છે. ચેન્નઈના રમેશબાબુને ચેસ રમવા માટે વિદેશના અનેક દેશોમાં જવું પડતું, તો મા સ્ટવ અને વાસણ લઈને દીકરા સાથે પડછાયાની જેમ રહી. એ મા દીકરાની દરેક જીતની સાક્ષી બની છે.

ઉપરનાં બંને ઉદાહરણો એવાં માતા-પિતાનાં છે, જેઓ પોતાના સંતાન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. આમ તો દરેક માતા-પિતા પોતાનાં સંતાનોને બધું જ શ્રેષ્ઠ આપવાની કોશિશ કરતાં જ હોય છે.

૨૧મી સદીનું બાળક એક અલગ માહોલમાં જીવી રહ્યું છે. માતા-પિતા એક અલગ વાતાવરણમાં જન્મ્યાં હતાં, ત્યારે ઇન્ટરનેટ, વીડિયો ગેમ્સ, પબજી, ફ્રી ફાયર ગેમ્સ કે સોશિયલ મીડિયા નહોતું.

ટિન્ડર જેવી ઍપ પણ નહોતી. એક્સપોઝરના આ યુગમાં મેન્ટલ હેલ્થની વાત કરીએ તો સ્ટ્રેસ, ટૅન્શન, એન્જાઇટી, ડિપ્રેશન, સુસાઇડલ થોટ વગેરે સમસ્યા વધી ગઈ છે. એવા સમયે પેરેન્ટ્સ માટે એ મોટો પડકાર રહે કે આ અનિશ્ચિતતાના દોરમાં પોતાનાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકે.

هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024