મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?
ABHIYAAN|December 02, 2023
મિઝોરમ કરતાં બે મોટાં રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણી પરિણામો પર સૌની નજર વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યો મોટાં છે. ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે
મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?

ભારતના ચૂંટણી પંચે જ્યારથી પાંચ રાજ્યોમાં નિયમ અનુસાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે, ત્યારથી તે રાજ્યોમાં રાજકીય પક્ષોની દોડધામ સ્વાભાવિક રીતે જ વધી ગઈ છે. પાંચ વર્ષ સુધી જેઓ વીઆઈપી હતા તે રાતોરાત કોમનમેન અને કોમનમેન હતા તે બધા વીઆઈપી બની ગયા! આપણી લોકશાહીમાં ચૂંટણીનો અવસર એવો છે કે કમ સે કમ ત્યારે તો જનતાજનાર્દનને લાગે જ છે કે દેશમાં એક નાગરિક તરીકે પોતાનુંય કંઈક વજૂદ છે તો ખરું! મતદારોને આકર્ષવા માટે ચૂંટણીના મેદાનમાં નેતાઓનાં પ્રવચનોમાં ક્યાંક ઊભરાતો પ્રેમ તો ક્યાંક નફરતી ઝંઝાવાત, ક્યારેક ઉપરછલ્લા જનતાના મુદ્દા તો ક્યારેક જનતાનું ધ્યાન ભટકાવવાના મુદ્દા, વચનોની લહાણીનું તો પૂછવું જ શું? એક એકથી ચડિયાતાં પ્રલોભનો, અનેકવિધ તરકીબો, ચૂંટણી સભાઓ, રોડ શૉ, ઘરે ઘરે સંપર્ક, આટલું ઓછું હોય તેમ મીડિયાનો ૨૪ કલાક સદુપયોગ-દુરુપયોગ બધું જ..! જૂની કહેવત મુજબ પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય, હવેના સમયમાં પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં બધું જ યોગ્ય..બધું બધાને સ્વીકાર્ય…!

વિચાર કરો, આવા અત્યંત કોલાહલ અને ભેદભરમના વાતાવરણ વચ્ચે મતદારોએ સ્વસ્થ મને પોતાનો નિર્ણય કરવાનો કે હવે પછીનાં પાંચ વર્ષ માટે કોને શાસનધુરા સોંપવી? આ લખાઈ રહ્યું છે ત્યારે પાંચ રાજ્યોમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે અને મતદારોએ પોતાનો જનાદેશ મતપેટીમાં અંકિત કરી દીધો છે. સદ્નસીબે મતદાન પ્રમાણમાં વધુ થયું છે, પરંતુ પોતાની પસંદગીનો કળશ કોના માથે ઢોળ્યો છે તે જાણવા માટે આપણે ત્રીજી ડિસેમ્બર સુધી રાહ જોવાની છે. હાલ માત્ર આપણે છેલ્લા મહિનાઓ માં રાજકીય અને પ્રજાકીય સ્તરે જે વાતાવરણ જોયું, ભૂતકાળમાં જે-તે રાજ્યોની શું પરિસ્થિતિ હતી? અને હવે રાજકીય પક્ષો અને નેતાઓએ ચૂંટણી જીતવા માટે જે સારા-નરસા કે સાચા-ખોટા પ્રયત્નો કર્યા, તેમાં મતદારોનો મૂડ અંતિમ ક્ષણે કેવો રહ્યો હશે, તે સમજવા માટે નિષ્પક્ષ રહી એક તે પ્રયત્ન માત્ર કરવાનો છે.

هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 02, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/06/2024