મડિકેરી, પશ્ચિમ ઘાટનો વેલ્વેટી વ્યૂ
ABHIYAAN|November 11, 2023
મડિકેરી આવ્યા પછી ‘ કૉફી નામા' તરીકે ઓળખાતા આ મડિકેરીની કૉફી સેન્ટેડ હવાને શ્વાસમાં મરી આસપાસનાં સ્થળોને એક્સપ્લોર કરવામાં ૧૮મી સદીમાં પુનઃનિર્માણ પામેલા મડિકેરી ફોર્ટ જવા જેવું છે મડિકેરી આસપાસના કૉફી પ્લાન્ટેશનની મુલાકાત ન લઈએ તે ન ચાલે. મડિકેરી આસપાસના કોઈ સમૃદ્ધ કૉફી પ્લાન્ટેશનમાં આંટો મારી કૉફીની લોભામણી ખુશ્બમાં ઊંડા શ્વાસ લેવા અહીંનો આનંદ છે
રક્ષા ભટ્ટ
મડિકેરી, પશ્ચિમ ઘાટનો વેલ્વેટી વ્યૂ

વાતાવરણમાં આસોની પર્વીય અસર તો દિવસોથી વરતાય છે. એવા ઉત્સવિયા વરતારા સાથે દિવાળીની રજાઓમાં ક્યાં જવું કે ક્યાં ભાગી જવું એ પણ એક પ્રાણ પ્રશ્ન હોય છે, કારણ કે અનેકોને તો ભીડથી ભાગવું છે એટલે એવા સ્થળે જવું છે જે ટ્રૅન્ડી નથી અથવા સો કૉલ્ડ પ્રવાસીઓની યાદીમાં ચડેલું નથી. આવી પસંદગી કરતી વખતે લીલીછમ ટેકરીઓ, મંદિરો, કેડીઓ, સર્પાકાર માર્ગો, મંદિરો અને ભારતીય સંસ્કૃતિની સુગંધ હોય તેવા મિડકેરી જેવા ડેસ્ટિનેશને જવાની મજા છે.

આ મિડકેરી કર્ણાટકના પૂર્ગમાં આવેલું હિલ ટાઉન તો છે જ, પરંતુ કૂર્ગ જિલ્લાનું મુખ્ય મથક પણ છે. કોડગુ એટલે કૂર્ગમાં આવેલી પશ્ચિમઘાટની પર્વતમાળામાં સ્થિત મડિકેરી ‘રાજાસ સીટ’ તરીકે જાણીતા સ્મારક માટે પણ જાણીતું છે, જ્યાં પહોંચ્યા પછી જંગલો અને ચોખાનાં ખેતરોનો ઓવરવ્યૂ આપણને શાતા આપે છે.

અનેકોને થાય છે કે શું કૂર્ગ અને મિડકેરી બંને એક જ સ્થળનાં બે નામ છે તો જવાબ છે કે મડિકેરી કૂર્ગનું મુખ્ય નગર છે જે કર્ણાટકના માનચિત્રમાં પણ મોટા અક્ષરે છપાયેલું નજરે ચડે છે. વિરાજપેટ, સોમવાર પેઠ અને મડિકેરીમાં વિસ્તરેલા ફૂર્ગ જિલ્લામાં આવેલું મિડકેરી તેના કૉફી પ્લાન્ટેશન માટે વિશેષ જાણીતું છે.

મુદુરાજન કેરી એટલે મહારાજા મુદુરાજની રાજધાની એવું મૂળ નામ ધરાવતા મિડકેરીનો ઇતિહાસ પૂર્ગ સાથે જોડાયેલો છે, જેમાં સત્તરમી સદીથી ઓગણીસમી સદીના ત્રીજા દાયકા સુધી અહીં રાજ્ય કરતાં મુદુરાજે મડિકેરીમાં કિલ્લો બંધાવી મિડકેરીને તેની રાજધાની બનાવી હતી. મુદુરાજની આ રાજધાની ભૌગોલિક રીતે ટ્રોપિકલ હાઇલૅન્ડ છે જે ૩,૮૪૦ ફૂટની ઊંચાઈ ૫૨ છે. પશ્ચિમ ઘાટનું આ પોપ્યુલર હિલ સ્ટેશન મૈસુરથી ૧૨૦ કિ.મી. અને કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઈમથકથી માત્ર ૯૦ કિ.મી.ની લશગ્રીન રોડ ટ્રિપ પછી આવે છે.

هذه القصة مأخوذة من طبعة November 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة November 11, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024