શીર્ષકના લખાણને અહંકાર, મિથ્યાભિમાન કે એવા કોઈ નકારાત્મક અર્થમાં ન લેતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વૈશ્વિક સ્તરે ભારતે ઇતિહાસમાં અંકિત કરેલી યશસ્વી ગાથામાં રહેલી સંકલ્પ શક્તિ, સ્વાભિમાન અને ઉન્નત મસ્તકે જગતના દેશોને ભારતના સામર્થ્યનો પરિચય કરાવતી G-20 શિખર સંમેલનની અસાધારણ સફળતાની માત્ર અલ્પ શબ્દોમાં સંતોષની અનુભૂતિ સાથેની ગૌરવભેર અભિવ્યક્તિ છે. જે સમયે દુનિયા મહાસત્તાઓની તાકાત, અહંકાર અને વર્ચસ્વની લડાઈ વચ્ચે અનેક રીતે વહેંચાયેલી હોય તેવા સમયે કોઈ વૈશ્વિક મંચ પર સમગ્ર માનવજાતના કલ્યાણ અને બહેતર ભવિષ્ય માટે એક સંકલ્પપત્ર પર સર્વસંમતિ પ્રાપ્ત કરવી, તે અત્યંત સુખદ્ સંકેત છે. આ શક્ય બનાવવામાં ભારતની, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેઓના વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ મંત્રાલયના ચુનંદા સનદી અધિકારીઓ, વહીવટી તંત્ર તથા તજજ્ઞો સાથેની વર્ષભરની તનતોડ મહેનત રંગ લાવી છે. દૂરંદેશીપૂર્વકનું આયોજન, વૈશ્વિક સમીકરણોનો ગહન અભ્યાસ, સમસ્યાઓની વાસ્તવિકતાને લક્ષમાં રાખી ઉપાયો માટેના મજબૂત પ્રયાસો, સફળ અને સમયબદ્ધ અમલીકરણ સાથે ભારતીય સંસ્કૃતિની ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની કલ્યાણ ભાવના જેવી ભારતની વિશિષ્ટતાઓ, એ આજ સુધીના G-20ના ઇતિહાસમાં અન્ય દેશો કરતાં વિશિષ્ટ સાબિત થઈ છે. સ્વાભાવિક જ છે કે જગતભરના દેશોએ તેની ખાસ નોંધ લીધી છે અને વૈશ્વિક ફલક પર ભારતનો અવાજ વધુ બુલંદ બન્યો છે.
هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે