‘એક ધરતી - એક પરિવાર - એક ભવિષ્ય'
ABHIYAAN|September 23, 2023
> ગ્લોબલ સાઉથ અને નોર્થ દિશા આધારિત વિભાજન નથી. ભૌગોલિક, રાજકીય અને વિકાસલક્ષી વિભાજન છે. > ગ્લોબલ સાઉથનું નેતૃત્વ ભાજપે હાથમાં લઈને ચીનને સંકેત આપ્યો છે. > નવી દિલ્હી જી-૨૦ની એક મોટી સિદ્ધિ વિશ્વ બૅન્કના માળખામાં ફેરફારની છે.
જયેશ શાહ
‘એક ધરતી - એક પરિવાર - એક ભવિષ્ય'

ભારતે એક વર્ષના G-20ના અધ્યક્ષપદે રહીને દાયકાઓ સુધી પડઘા પડે એવી કામગીરી કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. G-20ના સફળ આયોજન પછી સમગ્ર વિશ્વએ હવે ભારતને અલગ દૃષ્ટિથી જોવાનું શરૂ કરવું પડશે, એટલું તો ચોક્કસ પ્રસ્થાપિત થયું છે. G-20ની થીમ ‘એક ધરતી – એક પરિવાર - એક ભવિષ્ય’ આપીને જ ભારતે રાજનૈતિક અને કૂટનૈતિક જીત હાંસલ કરવાનો પાયો નાખી જ દીધો હતો. ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની આપણી મૂળ પરિકલ્પનાને સાકાર કરવા માટેની આ ઐતિહાસિક તકને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂટનૈતિક, રાજકીય અને આર્થિક અવસરમાં ફેરવી નાખીને ભારતને સમગ્ર વિશ્વમાં અપ્રતિમ અદ્વિતીય સન્માન અપાવ્યું છે.

દુનિયાના ૨૦ દેશોએ ૧૯૯૯માં એશિયાઈ નાણાકીય સંકટ બાદ એક આર્થિક જૂથ બનાવ્યું હતું. આ G-20 જૂથ વૈશ્વિક કુલ જીડીપીના ૮૦ ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારનો ૭૫ ટકા હિસ્સો છે. અત્યાર સુધીમાં G-20ના ૧૭ શિખર સંમેલનોનું આયોજન થયું હતું. ભારતે ૧૮મા શિખર સંમેલનનું નેતૃત્વ કર્યું. આ જૂથમાં ભારત, અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇટાલી, જાપાન, દ. કોરિયા, મેક્સિકો, સાઉદી અરબ, દ. આફ્રિકા. ઇન્ડોનેશિયા તથા યુરોપિયન સંઘનો સમાવેશ થાય છે. G-20 મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ અને જીઓ-પોલિટિકલ ડિપ્લોમસીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિલ્હીમાં આયોજિત G-20 બેઠકમાં બહુપક્ષીય સંસ્થાઓમાંથી વિકાસશીલ દેશોને વધારે ઋણ, આંતરરાષ્ટ્રીય દેવા વ્યવસ્થામાં સુધારો, ક્રિપ્ટો કરન્સી, મની લૉન્ડરિંગ તથા ખાદ્ય અને ઊર્જા પર જીઓ-પૉલિટિકલ અનિશ્ચિતતાઓનો પ્રભાવ પર સઘન ચર્ચાઓ થઈ. ચર્ચાઓના અંતે પ્રથમ જ દિવસે ‘નવી દિલ્હી ઘોષણા પત્ર’ સર્વસંમતિથી જાહેર થયું એ ભારતનો આજ સુધીનો સૌથી મોટો ફૂટનૈતિક વિજય છે, એમ કહીએ તો તે અતિશયોક્તિ નહીં હોય. ભારતે યુક્રેન-રશિયા મુદ્દે વ્યૂહાત્મક સૂઝબૂઝથી પડકાર ઉઠાવીને સર્વસંમતિ પ્રાપ્ત કરી એ ઐતિહાસિક સિદ્ધિથી સહેજ પણ ઓછું નથી.

ભારતે સ્પષ્ટ કહ્યું કે, આ સમય યુદ્ધનો નથી. બધા દેશો એકબીજાની સરહદોનું સન્માન કરે. ભારતે રશિયા તરફી અને યુક્રેન તરફી પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન સાધીને રશિયા વિરુદ્ધ કોઈ મોટી પ્રતિક્રિયા જ આવે એવી વ્યૂહરચનાથી સર્વસંમતિ સાધી શકાઈ, જે ભારતના નેતૃત્વનો પ્રભાવ સૂચિત કરે છે.

هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 23, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024