કચ્છમાં જંગલ વિસ્તાર ઘણો મોટો છે. અહીં ભલે ગાઢું, ઘટાદાર જંગલ ન હોય, અહીંના પાંખા જંગલમાં રહેનારાં પ્રાણીઓ અને પક્ષીઓની જાતો અને સંખ્યા ઘણી મોટી છે. યાયાવર પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કચ્છના જંગલમાં, તેના જળસ્રોત પાસે પોતાનો મુકામ રાખતાં હોય છે. ઉનાળાના દિવસોમાં તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાકની કમી ન થાય તે માટે વન વિભાગ દ્વારા સમયાંતરે ઘાસ અને સ્થાનિક વનસ્પતિનું વાવેતર કરવામાં આવતું હોય છે. પરંતુ તેમાં જે વિસ્તારમાં સહેલાઈથી જઈ આવી શકાતું ન હોય ત્યાં વાવેતર થઈ શકતું નથી. આથી આ વર્ષે દુર્ગમ વિસ્તારોમાં ડ્રોનની મદદથી વાવેતર કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયોગનું પરિણામ તો કદાચ એકાદ વર્ષ પછી જ ખ્યાલ આવે, પરંતુ ગત વર્ષે કચ્છના સર્વપ્રથમ પ્રયોગ રૂપે ડ્રોનથી બન્ની વિસ્તારમાં વાવેતર કરાયું હતું. આ વર્ષે તેનું નિરીક્ષણ કરતાં પરિણામ પ્રોત્સાહક જણાયું હતું.
કચ્છમાં હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલાં જંગલોમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. અહીંનાં જંગલોમાં કાંટાળી વનસ્પતિ વિપુલ પ્રમાણમાં છે. અહીં એશિયામાં સર્વશ્રેષ્ઠ મનાતા ઘાસિયા મેદાનો પણ છે. જેનું અસ્તિત્વ ભયમાં છે તેવા ચિંકારા, ઘોરાડ, ઘૂડખર ઉપરાંત નીલગાય, જંગલી ભૂંડ, સસલાં જેવાં વિવિધ તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ આ જંગલો છે. આ ઉપરાંત અહીં દીપડો, હેણોતરો, વરુ, રણબિલાડી, રણલોકડી, ઘોરખોદિયું, કીડીખાઉં, ટિલોર, ખડમોર, સાંઢા જેવી દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. તેમ જ અહીંના જળપ્લાવિત વિસ્તારોમાં સુરખાબ, પેલિકન, સ્પૂનબીલ, ઢોંક, બગલા, બતકો અને અન્ય શિકારી પક્ષીઓ મોટાં પ્રમાણમાં જોવા મળે છે.
هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે