કાશ્મીરમાં શારદા સંસ્કૃતિનો નવો અધ્યાય
ABHIYAAN|April 08, 2023
કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ખાતે સ્થિત મા શારદાનું મંદિર
પ્રિયંકા જોષી
કાશ્મીરમાં શારદા સંસ્કૃતિનો નવો અધ્યાય

એક દેશ ખંડિત થાય ત્યારે તેના પ્રત્યાઘાતો અનેક સ્તરો પર પડતાં જોઈ શકાય છે. માતૃભૂમિ પર ભાગલાની તલવાર વીંઝાય ત્યારે તેનાં સંતાનો કેટકેટલી રીતે ઘવાય છે! એ તલવાર દેશવાસીઓનાં હૃદય અને આત્માને લોહીલુહાણ કરી નાખે છે. પ્રેમ, મિત્રતા, સામાજિક સૌહાર્દ અને ધાર્મિક આસ્થા જેવી લાગણીઓને છિન્નભિન્ન કરી મૂકે છે. ક્યારેય ન રુઝાય એવા ઘાવમાંથી નફરતની નદી વહેતી રહે છે. હૃદયમાં આસ્થાને બદલે ભય સ્થાન જમાવે છે.

૧૯૪૭-૪૮ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અંતે કરાચી કરાર થયો. એ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનું વિભાજન થયું. મોટા ભાગના કાશ્મીરી પંડિતો ભારત અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં આવી ગયા. પોતાના વતન સાથે તેમણે પોતાની આસ્થાનાં તીર્થોને પણ પાછળ છોડી આવવું પડ્યું. જ્યારે તેમણે સ્થળાંતર કર્યું ત્યારે તેમને એવો અંદાજ પણ નહીં હોય કે આ પવિત્ર ભૂમિ પર તેઓ ફરી ક્યારેય વસવાટ નહીં કરી શકે. બંને દેશો વચ્ચેના સંબંધો વણસતા ગયા અને પ્રવાસનના પ્રતિબંધોને કારણે હિન્દુઓને મંદિરની મુલાકાત લેવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. સરહદ પારના હિન્દુ મંદિરની મુલાકાત લેવા માગતા ભારતીયો માટે ‘નો ઓબ્જેક્શન’ સર્ટિફિકેટ જરૂરી બન્યું. આઝાદી મળી એ સમયે પાકિસ્તાનમાં 300થી વધારે હિન્દુ મંદિરો હતાં. તેમાંનાં ઘણાં મંદિરોનો ધ્વંસ થઈ ચૂક્યો છે. કેટલાંક મંદિરો તો સરહદથી સાવ નજીક આવેલાં છે. આજે પણ મોટા ભાગના પ્રવાસીઓ આસપાસનાં મનોહર દશ્યોને નિહાળવાને બદલે મંદિરના ભગ્ન અવશેષોને જોતાં રહે છે.

આ મંદિરો અને દેવસ્થાનોનો અભૂતપૂર્વ ઇતિહાસ છે. પાકિસ્તાનની સીમામાં હિન્દુઓની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા શારદા શક્તિપીઠ સિવાયનાં તીર્થોમાં હિંગળાજ માતા મંદિર, પંચમુખી હનુમાન મંદિર, કતસ રાજ મંદિર, મુલતાન સૂર્યમંદિર, વરુણદેવનું મંદિર મુખ્ય છે. શારદાપીઠ મંદિર નીલમ, મધુમતી અને સરગુણ નદીના સંગમ પાસેના હરમુખ પહાડ પર સ્થિત છે. કાશ્મીરના કુપવાડાથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે.

هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024