સમયસર નિદાન અને સારવારના અભાવે અનેક દરદીએ પીડા સહેવી પડે કે ખોડ રહી જાય એવાં અનેક પાત્રો આપણી આસપાસ જોવા મળે. અમદાવાદના બાપુનગરમાં રહેતાં પંચાવન વર્ષનાં શર્મિષ્ઠા પટેલની કરુણ કથની તો એવી છે કે અમદાવાદની બબ્બે સરકારી હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટરોની હડતાળના લીધે એમના દુખાવાનું સમયસર નિદાન ના થયું, એને લીધે એમનું અર્ધું અંગ ખોટકાયું...
…અને એના પરિણામે આજે અઢી દાયકાથી એ પથારીવશ છે. પથારીવશ એ પણ એ રીતે કે શર્મિષ્ઠાબહેન સીધાં, સામાન્યતઃ આપણે સૂઈએ એમ સૂઈ પણ શકતાં નથી. હા, એમણે ઊંધાં સૂવું પડે છે! વિશ્વ નારી દિવસની પૂર્વસંધ્યાએ ચિત્રલેખાએ એમની મુલાકાત લીધી ત્યારે નાના રૂમમાં પલંગ પર એ ચત્તાપાટને બદલે ઊંધાં સૂતાં હતાં. બે હાથની કોણી પર માથું ટેકવીને અમને આવકાર્યા. એમનો જુસ્સો જોઈને સલામ કર્યા વગર રહેવાય નહીં.
શર્મિષ્ઠાની આ સ્થિતિ સમજવા આપણે જવું પડશે ૧૯૮૬માં. અમદાવાદ જિલ્લાના સરોડા ગામમાં રહેતી અને કૉલેજમાં પ્રથમ વર્ષમાં ભણતી સત્તર વર્ષની શર્મિષ્ઠાને પડખામાં દુખાવો ઊપડ્યો એટલે માતા સવિતાબહેન એને અમદાવાદની સિવિલ હૉસ્પિટલે લઈ ગયાં. એ વખતે (૧૯૮૬ના ડિસેમ્બરમાં) ત્યાં જુનિયર ડૉક્ટરોની હડતાળ હતી એટલે બીજા દિવસે એને વી.એસ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં પણ હડતાળ. ત્યાં જો કે એક ડૉક્ટરે ઈન્જેક્શન-દવા આપ્યાં, પણ એનાથી શર્મિષ્ઠાને રાહત બિલકુલ ન થઈ. ઊલટું થયું એવું કે ઘરેથી ચાલીને આવેલી શર્મિષ્ઠાને પૅરાલિસિસ થવાથી વ્હીલચૅરમાં પરત જવું પડ્યું!
એ દિવસો યાદ કરતાં શર્મિષ્ઠાબહેન કહે છે: મને ટ્રાન્સવર્સ માયલેટિસ (Transverse Myelitis) થવાથી કમરથી નીચેનું અંગ નિશ્ચેતન બની ગયું. પગ ઊપડે નહીં તથા સંડાસ-બાથરૂમ થવાની ખબર સુદ્ધાં ના રહે.
Esta historia es de la edición March 18, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 18, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.