લાંચ ખાવાનો તે કંઈ વિશેષાધિકાર હોય?
Chitralekha Gujarati|March 18, 2024
સંસદગૃહમાં કે વિધાનસભામાં કોઈની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવા પૈસા લો એને રુશવત જ કહેવાય અને એની સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.
હીરેન મહેતા
લાંચ ખાવાનો તે કંઈ વિશેષાધિકાર હોય?

કાયદો ઘડનારા નિષ્ણાતોને ઘણી વાર અંદાજ નહીં આવતો હોય કે એ કાયદાની વિવિધ જોગવાઈનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવશે અને કઈ રીતે તોડી-મરોડીને એનો દુરુપયોગ કરવામાં આવશે.

ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણા સંસદસભ્યો તથા વિધાનસભ્યો ધારાસભામાં કોઈ પ્રકારનાં દબાણ કે પક્ષપાત વગર નિર્ણય લઈ શકે એ માટે એમને અનેક વિશેષાધિકાર (પ્રિવિલેજ) આપવામાં આવ્યા છે અને એ જ રીતે સામાન્ય માણસોને સામાન્ય સંજોગોમાં લાગુ પડતા કેટલાક કાનૂન । સામે કવચ પણ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ કવચ (ઈમ્યુનિટી) એમને અમુક કાયદાથી રક્ષણ આપે છે. સામાન્ય માણસ એવા કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા થાય, પરંતુ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય એનું ઉલ્લંઘન કરે તો ઈમ્યુનિટી રૂપી ઢાલને કારણે એને સજા ન આપી શકાય. વળી, આવા કોઈ પણ ચૂંટાયેલા સભ્ય સામે કાનૂની પગલાં લેવાં હોય તો એ ગૃહના વડા (જેમ કે લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ)ની મંજૂરી લેવી પડે. આ પણ એમનો વિશેષાધિકાર. બંધારણમાં આ જનપ્રતિનિધિઓની સત્તા અને એમને મળેલા વિશેષાધિકાર માટે બે અલાયદાં પરિશિષ્ટ ફાળવવામાં આવ્યાં છે.

સંસદસભ્યો અને વિધાનસભ્યોને મળતા આ અને આવા તમામ વિશેષાધિકારોનું બરાબર પાલન થાય છે કે નહીં એ જોતાં રહેવા પાછી આપણાં દરેક ધારાગૃહમાં પ્રિવિલેજ કમિટી પણ હોય. સંસદસભ્યોને અને જુદાં જુદાં રાજ્યના વિધાનસભ્યોને પગાર ઉપરાંત પાટનગરમાં ઘર, ફોન, સ્ટેશનરી, ગૅસ કનેક્શન, નોકર-ચાકરની સવલત અને રાહતના દરે ભોજન જેવી સવલત મળે છે એ વિશે ઘણાને ખબર હશે, પણ આપણા આ જનપ્રતિનિધિઓ વિશેષાધિકારોના નામે કેટલી છૂટછાટ મેળવે છે એની બહુ લોકોને જાણ નહીં હોય.

هذه القصة مأخوذة من طبعة March 18, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 18, 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
Chitralekha Gujarati

પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...

સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.

time-read
4 mins  |
June 10, 2024
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 mins  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 mins  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 mins  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 mins  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 mins  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 mins  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024