પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પળાય એવો કાયદો... મુકુલ ચોકસીની આ સદાબહાર રચના હોય કે સુરેશ દલાલની આ પંક્તિઃ રાત-દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટશે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ...
ગુજરાતી સાહિત્યમાં લખાયેલી આવી અદ્ભુત પ્રેમની કૃતિ વૅલેન્ટાઈન્સ ડે નિમિત્તે સાંભળવા મળશે. પ્રેમ, પ્રેમની અભિવ્યક્તિ અને પ્રેમના એકરાર માં મળેલી હા... એ બધું પ્રેમીઓ માટે જીવનનો પ્રાણવાયુ હોય છે. પ્રેમીઓના દિવસ તરીકે ઊજવાતો વૅલેન્ટાઈન્સ ડે ઢૂંકડો છે ત્યારે કરીએ પ્રેમ વિશે વાદળ ખોલીને વાત, પણ વરસવાનું છે એક ચોક્કસ જગ્યાએ.
બે અલગ અલગ દેશ, બે અલગ અલગ રાજ્યમાં રહેતાં યુગલ વચ્ચે પ્રેમ અને લગ્ન તો તમે સાંભળ્યાં જ હશે. બની શકે, એમાં તમે સામેલ પણ થયા હો. એક જ ગામ અને શહેરમાં પ્રેમ અને લગ્ન તો અઢળક છે. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું એવું પણ બને, પરંતુ એક શહેરની એક જ શેરીમાં રહેતા લોકો વચ્ચે પાંચ-સાત-દસ નહીં, પણ ૭૦ જેટલાં લગ્ન થયાં હોય એવી ઘટના સુખદ આશ્ચર્ય પમાડે છે. તો ચાલો, શબ્દો અને તસવીરોના સથવારે આજે એ સુખદ અને સુંદર સંયોગના તમને પણ સાક્ષી બનાવીએ. એ માટે આવો સુરત.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક શેરી છે. એનું નામઃ કાછિયા શેરી. તમે સાચું સમજ્યા. શાકભાજીના વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો આ શ્રી કણબી કાછિયા સમાજ છે. ની કાછિયા શેરીમાં સમાજના દોઢસોથી વધુ પરિવાર રહે છે તો એની નજીકની ધોબી શેરીમાં પણ આ સમાજનાં ૩૦-૪૦ જેટલાં કુટુંબ વસ્યાં છે.
આ કાછિયા શેરી એવી સાંકડી છે કે કોઈ કાર ભૂલમાં અંદર આવી ગઈ તો બીજી અવરજવર મુશ્કેલ થઈ જાય. શેરીમાં બેથી ચાર-પાંચ માળ સુધીનાં ઘર. ૯૦ ટકા વસતિ કણબી કાછિયાની. બધા ઉત્સવો લોકો ખૂબ ધૂમધામથી મનાવે. હવે બધું સેલિબ્રેશન સંગાથે હોય તો લગ્ન શા માટે શેરીની બહાર? કારણ જે હોય તે, છેલ્લી પાંચ પેઢીથી શેરીમાં જ લગ્નની એક અનોખી જાણે પરંપરા બની ગઈ છે. શેરીના આગેવાન પ્રબોધભાઈ પાતરાવાલા ચિત્રલેખાને કહે છેઃ
هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 19, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.