જ્યારે પુત્રનું લોહી બોલી ઊઠ્યું...જન્મદાત્રી છે મારી હત્યારી
Chitralekha Gujarati|January 29, 2024
તાજેતરમાં બેંગલુરુની એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રની ગોવામાં હત્યા કરી હોવાના સમાચાર દેશઆખાને ખળભળાવી ગયા. માતાની ધરપકડ બાદ દરરોજ એક નવી, ચોંકાવનારી હકીકત સામે આવતી જાય છે ત્યારે જઈએ આવા ઘૃણાસ્પદ ગુનાની ભીતરમાં..
કેતન મિસ્ત્રી
જ્યારે પુત્રનું લોહી બોલી ઊઠ્યું...જન્મદાત્રી છે મારી હત્યારી

એક પુરાણી કહેવત છેઃ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય... ૨૦૨૪ના આરંભે ૩૯ વર્ષની સૂચના સેઠે આ કહેવત ખોટી પાડી. અમેરિકાની પ્રતિષ્ઠિત વિદ્યાપીઠમાં ભણેલી, સંસ્કૃતની જ્ઞાતા તથા બેંગલુરુમાં સ્ટાર્ટ-અપ કંપની ધરાવતી સૂચના પર પોતાના ચાર વર્ષી પુત્રની હત્યાનો આરોપ છે.

જે વાચકોને આ ઘટના વિશે ખબર નથી એમને માટે ટૂંકસારઃ મૂળ કોલકાતાની, પણ બેંગલુરુમાં સ્થિર થયેલી સૂચના સેઠનો એના પતિ વેંકટ રમણ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. દંપતીને ચાર વર્ષનો એક પુત્ર છે. છ જાન્યુઆરીએ સૂચના પુત્રને લઈને બેંગલુરુથી ગોવા જઈ એક હોટેલમાં ઊતરે છે. બે દિવસ બાદ એ પરત જવાનું નક્કી કરે છે.ગોવાના ડેબોલિમ ઍરપોર્ટથી માંડ કલાકમાં બેંગલુરુ પહોંચાડતી ફ્લાઈટ લેવાને બદલે એ બાર-તેર કલાકનો થકવી નાખતો મોટરપ્રવાસ પસંદ કરે છે.  ઍપાર્ટમેન્ટનો સ્ટાફ ટૅક્સીની ગોઠવણ કરી આપે છે. ડ્રાઈવર બૅગ ડિકીમાં મૂકી ટૅક્સી હંકારી મૂકે છે.

પુત્રનો કબજો પતિને આપવો એના કરતાં એને (પુત્રને) આ દુનિયામાંથી વિદાય આપી દેવી... સૂચનાએ બીજો વિકલ્પ પસંદ કર્યો.

આશરે છસ્સો કિલોમીટરનો પ્રવાસ શરૂ થાય છે. ડ્રાઈવર પોતાની સાથે એક સ્પેર ડ્રાઈવર પણ લે છે, જેથી વચ્ચે ઊંઘ ખેંચવી હોય તો ખેંચી શકાય. કર્ણાટકની હદમાં જસ્ટ પ્રવેશ પહેલાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ડ્રાઈવર કહે છેઃ ‘મૅડમ, આમાં તો પાંચ-છ કલાક નીકળી જશે. હું ગાડી પાછી વાળી લઉં, તમે ગોવા ઍરપોર્ટથી ફ્લાઈટ લઈ લો. ઝટ પહોંચી જશો.’

જો કે સૂચના એ માટે તૈયાર નથી. થોડી વારમાં ડ્રાઈવરનો મોબાઈલ રણકે છે. સામે છેડે ગોવા પોલીસના અધિકારી છે. એ જાણવા માગે છે કે ટૅક્સીમાં સ્ત્રી પેસેન્જર સાથે કોઈ બાળક છે કે નહીં? ડ્રાઈવર કહે છે: ના. એ તો એકલાં જ છે. ગોવાથી નીકળ્યાં ત્યારથી એકલાં જ છે... એક કામ કરો. હું મૅડમને ફોન આપું છું, તમે એમની સાથે જ વાત કરી લ્યો.'

પોલીસ અધિકારી સૂચનાને પૂછે છેઃ ‘તમે ગોવા આવ્યાં ત્યારે તમારો દીકરો સાથે હતો ને? એ ક્યાં છે?’

સૂચના કહે છેઃ ‘એ ગોવામાં અમારા રિલેટિવને ત્યાં છે. થોડા દિવસ એમની સાથે રહેશે.’

This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેખ જોગી, ઉનાળો
Chitralekha Gujarati

દેખ જોગી, ઉનાળો

પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી

time-read
2 mins  |
May 27, 2024
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 mins  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 mins  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 mins  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 mins  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 mins  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 mins  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 mins  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024