રામજન્મભૂમિ.. ક્યારે શું બન્યું?
Chitralekha Gujarati|January 29, 2024
આ વિવાદ આમ તો પાંચસો વર્ષથી ચાલ્યો આવે છે, પણ ૧૯૮૯ પછીનો ઘટનાક્રમ ઝડપી તેમ જ નાટકીય છે. ‘ચિત્રલેખા’એ ૧૯૮૯થી અયોધ્યા સંબંધિત અનેક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું છે. અયોધ્યાથી લઈને દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદ કે ગુજરાતનાં અન્ય સ્થળોમાંથી પણ ‘ચિત્રલેખા’ના પત્રકારોએ સતત રામજન્મભૂમિ આંદોલનની માહિતી વાચકોને પીરસી છે. અહીં સંક્ષિપ્તમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદનો અથથી ઇતિ સુધીનો સાલવાર ઘટનાક્રમ રજૂ કર્યો છે.
નિતુલ ગજ્જર । સમીર પાલેજા
રામજન્મભૂમિ.. ક્યારે શું બન્યું?

૧૫૨૮

મોગલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકીએ બે લાખની સેના સાથે અયોધ્યા પર આક્રમણ કર્યું ત્યારે પડખેના રજવાડાના મહારાજાએ ૧૭ દિવસ પ્રતિકાર કર્યો હતો. એમની વીરગતિ પછી જ બાકીએ મંદિર તોડીને એના સ્થાને મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જે બાબરી મસ્જિદ તરીકે ઓળખાઈ. ત્યાર પછી ઔરંગઝેબના કાળ સુધી વખતોવખત મોગલ સેના અને હિંદુ રાજાઓ વચ્ચે છમકલાં થતાં રહ્યાં.

૧૮૫૮

સ્થાનિક પોલીસે નોંધ્યા મુજબ પચ્ચીસેક નિહંગ શીખો બાબરી મસ્જિદમાં ઘૂસી ગયેલા અને દિવસો સુધી હવન કર્યો હતો. સાથે દીવાલોને રામનામ થી ભરી દીધી હતી.

૧૮૫૯

બાબરી મસ્જિદના આસપાસના કેટલાક વિસ્તારમાં મસ્જિદના વિવાદને કારણે કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં. સમાધાનના ભાગ રૂપે ૧૮૫૯માં બ્રિટિશરોએ બાબરી ફરતે વાડ ઊભી કરાવી હતી. નિયમ એવો બનાવ્યો કે મસ્જિદનો અંદરનો ભાગ મુસલમાનો ઉપયોગમાં લઈ શકશે અને બહારના ભાગે હિંદુઓ પૂજા કરી શકશે.

૧૮૮૫

આ વર્ષે મહંત રઘુબર દાસે પ્રથમ વાર મસ્જિદને અડીને આવેલા રામ ચબૂતરા પર મંદિર બનાવવાની પરવાનગી માગતો કેસ દાખલ કર્યો હતો, પણ ફૈઝાબાદના મેજિસ્ટ્રેટે એ નકાર્યો. મહંતે પછી નવો કેસ દાખલ કરીને બાબરી મસ્જિદના ફળિયામાં મંદિર બનાવવાની માગ કરી હતી, જે પણ નકારવામાં આવી.

૧૯૪૯-૧૯૫૧

૧૫૨૮થી ૧૯૧૪ સુધી રામજન્મભૂમિ માટે ૭૬ નાનાં-મોટાં યુદ્ધ કે છમકલાં કે ઘર્ષણ થયાં. ૧૯૪૯ના અંતે કોઈ હિંદુએ રાતોરાત વિવાદિત સ્થળે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા શરૂ કરી દીધી. ઘણા કહે છે કે એ મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ હતી. અબુ બકર નામનો ચોકીદાર રામલલ્લાની મૂર્તિ કઈ રીતે પ્રગટ થઈ એનો ખુલાસો કરી શક્યો નહોતો. ૧૯૫૦માં ગોપાલસિંહ અને પરમહંસ રામચંદ્ર દાસે ફૈઝાબાદ કોર્ટમાં બે અરજી દાખલ કરીને રામ ભગવાનની મૂર્તિની પૂજા કરવાની પરવાનગી માગી હતી. કોર્ટે એમની વાત માન્ય રાખી અને સાથે જણાવ્યું કે મસ્જિદનો અંદરનો ભાગ બંધ રહેશે. જો કે મુસ્લિમોના વિરોધને કારણે ૧૯૫૧માં સત્તાવાળાએ એ ઓરડાને તાળું મારી દીધું. પૂજા કરવાની પરવાનગી સરકારે નીમેલા એક પૂજારીને આપી.

૧૯૬૧

ઉત્તર પ્રદેશ સુન્ની વક્ડ બોર્ડે મસ્જિદ અને એની બાજુનો વિસ્તાર કબ્રસ્તાન હોવાની દલીલ કરતી અરજી દાખલ કરી.

This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 29, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેખ જોગી, ઉનાળો
Chitralekha Gujarati

દેખ જોગી, ઉનાળો

પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી

time-read
2 mins  |
May 27, 2024
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 mins  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 mins  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 mins  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 mins  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 mins  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 mins  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 mins  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024