ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...
Chitralekha Gujarati|January 15, 2024
ગુજરાતી સર્જકે રાજસ્થાનના બિસાઉની વિશ્વપ્રસિદ્ધ મૂક રામલીલા પર બનાવેલી ફિલ્મ દેશ-વિદેશના એક ડઝન જેટલા ફિલ્મોત્સવમાં ગાજી ને હવે એને અયોધ્યાના રામમંદિરમાં સ્થાન મળશે...
કેતન મિસ્ત્રી (મુંબઈ)
ખામોશ છે શ્રીરામ-સીતા-રાવણ ૧૬૬ વરસથી...

અયોધ્યા નગરીના રાજા દશરથને અ ત્રણ-ત્રણ રાણી, પણ સંતાન એકેય નહીં આથી ગુરુ વિશષ્ઠની આજ્ઞાથી ત્રણ રાણીઓ સાથે રાજા દશરથ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડમાં અનુપ જલોટાનો સ્વર ગુંજી રહ્યો છેઃ અવધપુરી રઘુકુલ મિન રાઉ, બેદ બિદિત તેહિ દસરથ નાઉ... હવે કૅમેરા રાજા દશરથ અને એમની રાણીઓ તથા યજ્ઞની વેદી પરથી હળવેકથી હટીને આસપાસ-ચોપાસ મંત્રમુગ્ધ બનીને આ દશ્ય નિહાળી રહેલા પ્રેક્ષકો પર ફરતો રહે છે...

અને કર્ણમંજુલ કોરસ આપણને કહે છેઃ બાત કરૂં એક છોટી સી, યા લિક્ખ લંબા ઈતિહાસ, બિસાઉ કી યે રામલીલા તો સચ મેં હૈ બડી ખાસ... મેં બોલો, રામ સિયારામ, બોલો, રામ સિયારામ...

આ છે રજની આચાર્યએ સર્જેલી આશરે એકસો ને સાત મિનિટની ફિલ્મ, બિસાઉ કી મૂક રામલીલાનો આરંભ. આજે ભારત જ્યારે રામમય - બની ગયું છે ત્યારે આવી એક નોખી-અનોખી રામલીલા વિશે, એના પર સર્જાયેલી ફિલ્મ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

થોડા સમય પહેલાં જેમનું અવસાન થયું એ શૅરબજારના ખાંટૂ રાકેશ ઝુનઝુનવાલા રાજસ્થાનના જે જિલ્લામાંથી આવતા તે ઝુંઝુનુના એક નાનકડા કસબા બિસાઉમાં દર વર્ષે નવરાત્રિમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. હા, રાસગરબા તો ખરા જ, પણ આ દિવસોનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે ૧૬૬ વર્ષથી ભજવાતી મૂક રામલીલા.

શ્રાદ્ધપક્ષની સમાપ્તિ બાદ તરત, પહેલા નોરતાથી સતત પંદર દિવસ આ રામલીલા સમી સાંજે સાતેક વાગ્યાથી લગભગ રાતે નવ-દસ વાગ્યા સુધી દભરમાં ભજવાતી શીલા અને એ બિસાઉની રામલીલા વચ્ચે એક તફાવત એ કે આ મૂક લીલા છે. જી હા, એમાં પાત્રો સંવાદ બોલતાં નથી અને એ મંચ પર નહીં, પણ ખુલ્લામાં, નગરના હાર્દ સમા વિસ્તાર રામલીલા ચોક પર ભજવાય છે. બીજું એક વૈશિષ્ટ્ય એટલે રામકથા રજૂ કરનારા કોઈ તાલીમબદ્ધ કલાકારો નહીં, બલકે નગરવાસીઓ જ હોય છે. દર વર્ષે જેની ઈચ્છા થાય એ રામ બને, સીતા બને કે પવનપુત્ર કે પછી રાવણ બને... સીતા કે મંદોદરી કે શબરી કે અહલ્યાનું પાત્ર પુરુષો જ ભજવે એવુંય બને. બિસાઉના બાશિંદા રામકથાનાં વિવિધ પાત્રોના સ્વાંગ રચીને, મુખવટા પહેરીને રામાયણના વિવિધ પ્રસંગો રજૂ કરે છે. આ મૂક રામલીલાનું વધુ એક વૈશિષ્ટ્ય તે એ કે એમાં રાવણ ઉપરાંત મેઘનાદ, કુંભકર્ણ, અહિરાવણ એમ ચાર પૂતળાંનાં દહન થાય છે.

This story is from the January 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 15, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
Chitralekha Gujarati

કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!

આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.

time-read
2 mins  |
June 10, 2024
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
Chitralekha Gujarati

કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...

સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?

time-read
4 mins  |
June 10, 2024
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
Chitralekha Gujarati

ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ

સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

time-read
6 mins  |
June 10, 2024
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
Chitralekha Gujarati

રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...

ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?

time-read
5 mins  |
June 10, 2024
આ જરા વધારે પડતું થઈ ગયું?
Chitralekha Gujarati

આ જરા વધારે પડતું થઈ ગયું?

હું તને ક્રિકેટ શીખવું, તું મને ઈતિહાસ શીખવશે? તું જાહ્નવી કપૂર-રાજકુમાર રાવ 'મિસ્ટર ઍન્ડ મિસેસ માહી'માં.

time-read
2 mins  |
June 10, 2024
સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?
Chitralekha Gujarati

સોના-ચાંદીની ચમક કેમ વધી રહી છે?

છેલ્લા કેટલાક મહિનાથી આ બે ધાતુમાં તેજીની કમાલ-ધમાલ મચી છે. બન્નેની કિંમત સતત વધી રહી છે અને વર્તમાન સંજોગો એ હજી વધવાના સંકેત આપી રહ્યા છે.

time-read
3 mins  |
June 10, 2024
વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત
Chitralekha Gujarati

વિમાનપ્રવાસીઓને ગભરાવતી મુસીબત

ઍર ટર્બ્યુલન્સ હમણાં હમણાં ઉપરાઉપરી બે ફ્લાઈટ ભારે આંચકા સાથે હજારો ફૂટ નીચે આવી ગઈ ત્યારે મુસાફરોના શ્વાસ અધ્ધર થયા અને વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ તો સૂચવે છે કે હવે આવી ઘટના વધતી જ રહેવાની.

time-read
5 mins  |
June 10, 2024
કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?
Chitralekha Gujarati

કાચી વયનાં બાળકોને પાક્કા ગુનેગાર કોણ બનાવે છે?

પૈસાનો દેખાડો કે પરિવાર ચલાવવાની જવાબદારીનો બોજ, મા-બાપ એમની ફરજ ચૂકે ત્યારે આવું જ થાય.

time-read
3 mins  |
June 10, 2024
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
Chitralekha Gujarati

શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!

સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...

time-read
3 mins  |
June 10, 2024
ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર
Chitralekha Gujarati

ભારતીય ભોજનનો નિવાર્ય સાથીદાર

કેરીથી માંડી કરમદાનાં અથાણાં બનાવીને આખું વર્ષ સાચવવાં કેવી રીતે?

time-read
3 mins  |
June 10, 2024