મોર્નિંગ વૉકમાં ટૉકમ ટૉક
Chitralekha Gujarati|December 18, 2023
શિયાળાની સવારે આવું ‘સેટિંગ’ થઈ જાય તો આંગળી ચીંધ્યાનું પુણ્ય તો મળે!
સુષમા શેઠ
મોર્નિંગ વૉકમાં ટૉકમ ટૉક

કબાટમાંથી મુકેશભાઈએ મંકી કૅપ, મફલર,  ટ્રેકસૂટ અને વૉકિંગ શૂઝ કાઢી ઘોષણાપત્ર જાહેર કર્યું: ‘હું આવતી કાલથી મોર્નિંગ વૉક માટે ગાર્ડનમાં જવાનો છું.' શિયાળામાં તબિયત સુધારવાના હેતુએ એમની આળસ ઉડાડી મૂકી.

‘હુંય સાથે આવીશ. એક કરતાં બે ભલા. દિવાળીની મીઠાઈઓ ખાઈને મારી કમર આમ પણ કમરા જેવી બની ગઈ છે. જીવ બળે એ કરતાં કૅલરી બાળવી સારી.’ વસ્ત્રો ફિટ ન થવાથી ગીતાબહેનને ફિટ રહેવાની હોંશ ઊપડી.

‘તું રે’વા દે. રાતના મોડે સુધી સિરિયલો જોઈ જોઈને દુઃખી થાય છે અને સવારે વહેલી ઊઠતી નથી. સપનામાં મૈ તુમ્હારે બચ્ચે કી મા બનનેવાલી હૂં એવું કંઈક બબડે છે. ભગવાન જાણે, આ ઉંમરે હજી તને મા બનવાનાં સપનાં ક્યાંથી આવે છે! પણ તારા બબડાટને લીધે મારી ઊંઘ ઊડી જાય છે. તારે આરામ કરવો એટલે શું કે ઘરમાંય બધાને આરામ મળે.’ કહી મુકેશભાઈ સ્વગત બોલ્યાઃ મનેય ગાર્ડનમાં ઘડીક એકાંતનો પરમાનંદ મળે. બાકી, બાથરૂમમાં શાંતિથી નહાતો હોઉં તોય બૂમો પાડે કે કેમ આટલી વાર લાગી? લપસી પડ્યા છો? ઝટપટ બહાર નીકળે તો પાછી પૂછે કે સાબુ સરખો ચોળ્યો કે નહીં?

 ‘ના. તમને એકલા નહીં જવા દઉં. હું તમને કંપની આપવા આવીશ.’ ગીતાબહેન એકનાં બે ન થયાં.

ગીતાબહેનની કંપનીના વિચારે મુકેશભાઈ કંપી ગયા.

બીજી સવારે ગીતાબહેને સેટ કરેલું એલાર્મ વાગ્યું એટલે વૂલન્સ ચઢાવી બન્ને તૈયાર થઈ મહાકાર્ય સિદ્ધ કરવાનું હોય એમ વૉક માટે જવા નીચે ઊતર્યાં. ગીતાબહેન ગાડીમાં બેસવા ઉતાવળાં થયાં.

‘ચાલ, ચાલવા માંડે, ત્યાં કેમ ઊભી રહી?’ ‘લે! કારમાં નથી જવું? હું આવા ખાડાવાળા ઊબડખાબડ રસ્તે નહીં ચાલુ.’ ‘

'પણ રોકડી સાત મિનિટના રસ્તે તો ગાર્ડન છે. આપણે પગ ચલાવવાના છે, કાર નહીં.' જો કે ખાસ્સી ચાર મિનિટની દલીલ બાદ મુકેશભાઈના નાજુક કર્ણપટલે સહનશક્તિ ગુમાવતાં એમણે શરણાગતિ સ્વીકારી લીધી અને કારનેય મોર્નિંગ વૉક કરાવતાં બન્ને ગાર્ડનમાં પહોંચ્યાં.

‘દૂર દૂર પાર્ક ન કરતા. મને ગેટની સામે ઉતારો.’

ગીતાબહેનની વૉકિંગ ક્ષમતા પર મુકેશભાઈને શંકા જાગી. જો કે ગીતાબહેનની ટૉકિંગ ક્ષમતા અંગે કોઈ બેમત નહોતો એમાંય ગીતાબહેનને એમની સખી રૂપા મળી ગઈ.

‘અલી, બહુ વખતે દેખાણી.’

This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 mins  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 mins  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 mins  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 mins  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 mins  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 mins  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 mins  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 mins  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 mins  |
June 03, 2024