ઈન્ટરનેટ પર જે ચાહે તે કહેવાની-બતાવવાની સગવડ આપતો અને સોશિયલ મિડિયા તરીકે ઓળખાતો મંચ આજે એ તબક્કામાં પ્રવેશી ગયો છે કે તમારે એની પર રહેવું-ન રહેવું એ હવે સવાલ રહ્યો જ નથી. સવાલ ફક્ત એ છે કે તમે કેટલી સારી રીતે એનો ઉપયોગ કરી શકો છો, એના માધ્યમથી કેવી રીતે બીજા પર પ્રભાવ પાડી શકો છો અને કેવી રીતે લોકપ્રિય બની શકો છો.
અલબત્ત, જે લોકો સોશિયલ મિડિયા પર છે એ બધા ઈન્ફ્લુઅન્સર બની શકતા નથી. પ્રભાવક એ જ બની શક્યા, જે જરા હટકે છે, જેમનો પ્રભાવ લોકો પર સકારાત્મક પડે છે, જેમણે મૂકેલા સંદેશા, તસવીરોથી લોકોને પ્રેરણા મળે છે. ચાહકો તરફથી એમને માન-સમ્માન-પ્રેમ મળે છે.
સુરત શહેરનાં ગૃહિણી રૂપલ મિતુલ શાહ આવાં જ એક સફળ ઈન્ફ્લુઅન્સર છે. કોઈ પણ પૂર્વયોજના વગર ઈન્ફ્લુઅન્સર બનવાની એમની યાત્રા રસપ્રદ તો છે જ, પણ ઘણાને ઘણું બધું શીખવી જાય છે. એમનું કહેવું છે કે ‘કામ એ કરવું, જેમાં મજા પડે. મગજ પર જેનો ભાર લાગે એ કામ મજા નહીં, સજા લાગે છે.’
ઈન્સ્ટાગ્રામ જેવા પ્લૅટફૉર્મ પર આશરે અઢી લાખ ફોલોઅર્સ ધરાવતાં રૂપલ શાહની એક-એક પોસ્ટને સેંકડોહજારોની સંખ્યામાં લાઈક્સ-કમેન્ટ્સ મળે છે. આ પોસ્ટમાં ક્યારેક એમની સ્ટાઈલની વાત હોય તો ક્યારેક મશ્કરા વિડિયોઝ પણ હોય. ક્યારેક એમની રોજિંદી, વ્યસ્ત જિંદગીને હળવાશથી રજૂ કરી હોય તો ક્યારેક ફૅશન, જ્વેલરીની વાત હોય.
માત્ર બે-અઢી વર્ષમાં ગૃહિણીમાંથી ઈન્ફ્લુઅન્સર બનવાનો રૂપલનો પ્રવાસ રસપ્રદ છે. ભાવનગરમાં જન્મેલાં-ઊછરેલાં રૂપલ શાહ પરિવારનાં સૌથી નાનાં દીકરી. સુરતમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતર દરમિયાન ઈતર પ્રવૃત્તિમાં ઘણી રુચિ. સ્પોર્ટ્સ, ગરબા, વગેરેમાં ભાગ લેવાની સાથે ભણવામાં પણ અવ્વલ.
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.