તનુજાની તકતીઓ વાળું નોખું-અનોખું દીકરી ગામ!
Chitralekha Gujarati|December 04 , 2023
સૌરાષ્ટ્રના માંડ પાંચસો-છસ્સો ખોરડાંના પાટીદડ ગામની મહિલા સશક્તિકરણની દિશામાં ની આ પહેલને ખરેખર બિરદાવવા જેવી છે.
તનુજાની તકતીઓ વાળું નોખું-અનોખું દીકરી ગામ!

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરનું નામ પડે એટલે સર ભગવતસિંહજીની યાદ સહેજે આવી જાય. આ પ્રજાવત્સલ રાજવીના સમયમાં કન્યાકેળવણી ના ક્ષેત્રે બેનમૂન કામ થયું.

કન્યાશિક્ષણ ફરજિયાત અને એ પણ મફત આપતું ગોંડલ આખા દેશનું પ્રથમ સ્ટેટ હતું. ૧૮૫૭માં સ્થપાયેલી મોંઘીબા હાઈ સ્કૂલ ફૉર ગર્લ્સ આનું જ્વલંત ઉદાહરણ છે. આ સ્કૂલ આજે પણ ચાલે છે ને એમાં હજાર જેટલી દીકરીઓ ભણે છે. આવા ગોંડલ પંથકની ભૂમિમાં આજેય આ સંસ્કાર જીવંત છે. અહીંનું પાટીદડ ગામ આનો પુરાવો છે.

ગોંડલથી આશરે દસેક કિલોમીટર દૂર આવેલા નાના, પણ સ્વચ્છ-સુઘડ ગામ પાટીદડમાં પ્રવેશ કરતાં જ એ કેટલું પ્રગતિશીલ હશે એનો અણસાર આવી જાય. પાદરમાં આવેલા બસસ્ટૅન્ડની પિન્ક ફૉર ગર્લની સૂચક એવી ગુલાબી રંગે રંગાયેલી દીવાલ પર દીકરી ગામ, પાટીદડ વાંચવા મળે. આ ઉપરાંત, બેટી બચાવો, બેટી પઢાઓ... તથા દીકરો-દીકરી એક સમાન જેવાં સૂત્ર જોવા મળે છે. અહીં પણ સૂત્રોની બાજુમાં લખ્યું છેઃ દીકરી ગામ. આ વાંચતાં સહેજે કુતૂહલ થાય કે દીકરી ગામ એટલે શું? 

 -તો જાણી લો કે આ એવો ઉપક્રમ છે, જેમાં ગામનાં જે જે ઘરમાં દીકરી હોય એ ઘરની બહાર દીકરીના નામની તકતી લગાડવામાં આવે છે, જેમ કે પ્રિયાંશી ડી. વરસાણી, ગામ પાટીદડ. આ રીતે ગામનાં આશરે ૩૦૦થી વધુ ઘરોમાં આત્મજા કે દુહિતા કે તનુજા એટલે કે દીકરીનાં નામની તકતી  લગાવવામાં આવી છે. જો ઘરમાં એક કરતાં વધારે દીકરી હોય તો પરિવાર નક્કી કરે એ દીકરીના નામની તકતી લાગે. મોટા ડેલાવાળા મકાનમાં બેત્રણ ભાઈ સાથે રહેતા હોય તો જે જે ભાઈને ત્યાં દીકરી હોય એમનાં નામની અલગ અલગ તકતી ડેલા પર લગાવવામાં આવી છે. ગામવાસીઓની આવી વ્યાવહારિક સમજણથી કોઈ ઘર કે પરિવારની દીકરી એવું ન અનુભવે કે અમારી નામની તકતી ન લગાડવામાં આવી.

આવો, દીકરીઓના ગામમાં તમારું સ્વાગત છે... પાટીદડ ગામનાં ૩૦૦થી વધુ ઘર પર દીકરીના નામની તકતી લાગી છે.

Esta historia es de la edición December 04 , 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición December 04 , 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati

ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.

time-read
4 minutos  |
June 10, 2024
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
Chitralekha Gujarati

જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!

‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’

time-read
5 minutos  |
June 10, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું

time-read
1 min  |
June 10, 2024
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
Chitralekha Gujarati

મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...

કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’

time-read
2 minutos  |
June 10, 2024
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 minutos  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 minutos  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 minutos  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 minutos  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 minutos  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 minutos  |
June 03, 2024