કચ્છમાં ફરી દારૂ સામેની ‘ગુંજ’ ગુંજતી થાય તે જરૂરી
ABHIYAAN|Abhiyaan Magazine 06/04/2024
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કચ્છ સહિત રાજ્યભરમાં દારૂ છૂટથી મળે છે અને પીવાય છે. આ દૈત્યના કારણે અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યાં છે. થોડાં વર્ષો પહેલાં કચ્છમાં દારૂનું દૂષણ અટકાવવા માટે ‘ગુંજ' નામની ચળવળ ચાલુ થઈ હતી. મહિલાઓ સ્વયંભૂ રીતે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડતી, દારૂનો નાશ કરતી. આજે આ ચળવળ ચાલતી નથી, પરંતુ અમુક ગામોમાં મહિલાઓ પોતાની રીતે દારૂ સામે જંગ છેડે છે, તેનાં પરિણામો મળે છે, પરંતુ થોડા સમય પૂરતા. દારૂના દૈત્યને કાયમ માટે નાથવાનો સમય આવી ગયો છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં ફરી દારૂ સામેની ‘ગુંજ’ ગુંજતી થાય તે જરૂરી

દારૂના દૂષણ સામે વારંવાર જંગ છેડવા છતાં તેનો અંત આવતો નથી. થોડા સમય દબાયેલું આ દૂષણ ફરી વધુ જોશમાં યુવાધનને પોતાના કબજામાં કરી લે છે. કચ્છનાં શહેરો અને ગામડાંમાં અનેક કુટુંબો દારૂના કારણે બરબાદ થાય છે. સંતાનોએ પિતાને ખોયા છે, માતા-પિતાએ પુત્રોને ગુમાવ્યા છે અને પત્નીઓનો જીવનનો સહારો છીનવાયો છે. થોડા-થોડા સમયે બુટલેગરો પાસેથી ઓછોવધુ દારૂ પોલીસ પકડે છે, પરંતુ બુટલેગર છટકી જાય છે. જેના કારણે થોડા જ સમયમાં ફરી દારૂ બનાવવાનું અને વેચવાનું ચાલુ કરી દે છે. પહેલાં માત્ર પુરુષોનો ઇજારો દારૂ પીવામાં અને બનાવવામાં મનાતો હતો, પરંતુ આજે અનેક મહિલા બુટલેગરો અને મહિલા દારૂના વ્યસનીઓ જોવા મળે છે. આ દૂષણને ડામવામાં પોલીસ વામણી પુરવાર થાય છે. તેથી જ નાનાં-મોટાં ગામોમાં મહિલાઓ દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકીને તેનો નાશ કરતી જોવા મળે છે, પરંતુ સમાજના પૂરતા સહકારની, પોલીસના મક્કમ પીઠબળ સાથે દારૂના દૂષણને કાયમ માટે ડામવાની જરૂર છે.

થોડાં વર્ષો પહેલાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા દારૂ સામે પગલાં લેવા માટે ‘ગુંજ’ નામની ઝુંબેશ ચલાવાઈ હતી. ‘ગુંજવાળી’ બહેનોનાં નામની ધાક પણ બરાબર જામી હતી. જ્યાં દારૂના અડ્ડા હોવાની ખબર પડે ત્યાં આ બહેનો જતી અને અડ્ડા બંધ કરાવતી, પરંતુ સમય જતાં આ ઝુંબેશ નબળી પડી ગઈ. આજે કચ્છમાં અલગ-અલગ ગામની મહિલાઓ જાતે જ એકઠી થઈને અડ્ડાઓ બંધ કરાવવા પ્રયત્ન કરે છે. તેમને ક્યારેક પોલીસનો ટેકો મળે છે, ક્યારેક મળતો નથી. દારૂની બદી પાછળ મોટા ‘હપ્તા’ જવાબદાર હોવાનું મનાય છે. જો ફરી વખત મહિલાઓ સાથે મળીને મોટી ઝુંબેશ ચલાવે તો પોલીસને પણ ફરજિયાત આ દૂષણ દૂર કરવા પગલાં લેવાની ફરજ પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દારૂનો વપરાશ વધશે, પોલીસના દરોડા વધશે, પરંતુ દૂષણ તેનાથી નાથી શકાશે નહીં, તે હકીકત છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/04/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દેવપ્રયાગઃ સંગમ ભાગીરથી અને અલકનંદાનો

time-read
5 mins  |
Abhiyaan Magazine 22/06/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

લોકસભાનાં પરિણામોની મહારાષ્ટ્રમાં સાઇડ ઇફેક્ટ

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/06/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રિયાસીમાં ત્રાસવાદી હુમલાના સમય-સંજોગનો સંકેત સમજો

time-read
2 mins  |
Abhiyaan Magazine 22/06/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

બાળકને એવો પ્રેમ આપો જે તેને સુધારે

time-read
3 mins  |
Abhiyaan Magazine 22/06/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024